મુંબઈ : કરણ સિંહ ગ્રોવર અને સુરભી જ્યોતિ ‘કુબૂલ હૈ’ની ડિજિટલ સિક્વલમાં દેખાવા માટે તૈયાર છે. ટીવી સીરીયલ 10 એપિસોડવાળી વેબ સિરીઝના રૂપમાં આવવાની છે. કરણ કહે છે કે આ શો જ્યારે આઠ વર્ષ પહેલા શરૂ થયો હતો ત્યારે તેણે સ્ટીરિયોટાઇપ તોડી નાંખ્યો હતો. તે ફરી એકવાર ચર્ચામાં આવવા તૈયાર છે.
અંકુશ મોહલા અને ગ્લેન બેરેટો નિર્દેશિત શ્રેણીમાં કરણ અને સુરભી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમાં આરીફ ઝકરીયા અને મંદિરા બેદી પણ જોવા મળશે.
આ વિશે વાત કરતાં કરને કહ્યું હતું કે, “કુબુલ હૈએ આઠ વર્ષ પહેલાં રૂસ્ટીરિયોટાઇપને તોડવામાં મદદ કરી હતી અને ફરી એક વાર તેની રચના વિશે વાત શરૂ થશે. વાર્તાની પૃષ્ઠભૂમિ મુખ્ય દંપતીની આસપાસ કેન્દ્રિત હશે. આ વખતે અસદ અને ઝોયા માટે દાવ ઊંચા છે, અને આ પાયે આંતરરાષ્ટ્રીય છે. પરંતુ અસદ અને ઝોયાને તેમના જુના વારસાથી દૂર રાખવા માટે આ શો જુની સિરીઝની ઘણી ઝીણવટભરી બાબતો ધ્યાનમાં લેશે. ”
કરણ સિંહ ગ્રોવરે જણાવ્યું હતું કે, તે શૂટિંગ શરૂ કરવાની રાહ જોઈ રહ્યો છે અને આશા છે કે લોકો વેબ સિરીઝને પહેલા જેટલો જ પ્રેમ આપશે અને આનંદ માણશે. તેમણે કહ્યું, “હું આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”
રીબૂટ વર્ઝન આવતા વર્ષે પ્રેક્ષકો સમક્ષ જોવા મળશે, અને સ્ટાર કાસ્ટ તેના માટે નવેમ્બર 2020 માં શૂટિંગ શરૂ કરશે. આ શ્રેણી જી 5 પર બતાવવામાં આવશે.