મુંબઈ : બોલીવુડ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર 1 નું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થયું છે. આ પોસ્ટર વરુણ ધવન દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં વરૂણ ધવન ઘણા જુદા જુદા પાત્રોમાં જોવા મળી રહ્યો છે. જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે કુલી નંબર 1 ફિલ્મમાં વરૂણ ઘણા અવતારોમાં જોવા મળશે. વળી, પોસ્ટરમાં જોવા મળ્યું છે કે વરુણ ધવનના પિતા ડેવિડ ધવનની આ 45 મી ફિલ્મ છે. જેની સાથે દરેક એકદમ ઉત્સાહિત છે.
ચાલો તમને જણાવી દઈએ કે, આ પોસ્ટરની રજૂઆતની સાથે વરુણ ધવને પણ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની ઘોષણા કરી છે. આ પોસ્ટરની રજૂઆત સાથે વરુણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગામમાં મીઠાઈ વહેંચો, શહેરમાં ઢંઢેરો પીટો, દાદા દરેકને કહેજો કે આપણો રાજુ આવી રહ્યો છે. એમેઝોન પ્રાઇમ વિડીયો ટૂંક સમયમાં 28 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે ફેસબુક અને યુટ્યુબ પેજ પર રિલીઝ થશે. ‘
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું દિગ્દર્શન વરુણ ધવનના પિતા ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષ 1995 માં આવેલી કૂલી નંબર 1 ની રીમેક છે અને આ ફિલ્મનું નિર્દેશન પણ ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર ગોવિંદાની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી અને આ ફિલ્મના ગીતો આજે પણ સાંભળવા મળે છે. પરંતુ એક ઇન્ટરવ્યુ દરમિયાન વરૂણ ધવને કહ્યું હતું કે આ ફિલ્મ વર્ષ 1995 માં આવેલી ફિલ્મથી તદ્દન અલગ હશે.