અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જ જાય છે અને ઠેર ઠેર દેશી દારૂ અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે પરંતુ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રી વાસ્તવ ને આ બધી વાત થી અજાણ હોય તેવું લાગી રહ્યું છે તેથીજ સ્થાનિક પોલીસ સ્ટેશન ના અધિકારીઓ અને કર્મચારીઓની રહેમરાહે આ બધા ધંધા બેખોફ અને પોલીસ ના ડર વગર જ ધમધમી રહ્યા છે.
એકતરફ એવું કહેવાય છે કે કોરોના કાળ માં સૌથી વધુ કોરોના વોરિયર્સ સાબિત થયા હોય તો તે ડોક્ટર્સ અને પોલીસ સ્ટાફ છે પરંતુ આજે અમદાવાદ ના બાપુનગર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.કે.વ્યાસ ની છબી ખરડાઈ છે જ્યારે પી.એસ.આઈ. બારોટ તો અનેક ચર્ચામાં જ રહેતા આવ્યા છે.
ગત રોજ બાપુનગર માં રહેતા અને હીરા ઘસી પોતાના ઘર નું ગુજરાન ચલાવતા ચિરાગ બારોટ નામના વ્યક્તિ ને બાપુનગર પોલિસ કલમ 189,507 તથા 294(બી) મુજબના ગુન્હાની કોઈજ આધાર પુરાવા વગર ઉપાડી પોલીસ સ્ટેશન લઈ જઈ માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ નામદાર કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. જયદીપ બારોટ દ્વારા વારંવાર ઘરે આવી ને હેરાન પરેશાન કરતા હતા અને માતા અને પત્ની સાથે બીભત્સ વર્તન કરતા હતા. જેથી ચિરાગ બારોટ ના પત્ની શિવાની બારોટ દ્વારા હિંમત રાખી ને અમદાવાદ પોલીસ કમિશ્નર ને પી.આઈ.,પી.એસ.આઈ. અને 6 કોન્સ્ટેબલ વિરુદ્ધમાં અરજી કરી છે અને ન્યાય ની માંગણી કરી છે ત્યારે હવે પોલીસ કમિશ્નર દ્વારા શુ પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું.
એક તરફ બાપુનગર વિસ્તારમાં લોક મુખે એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે બાપુનગર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.કે.વ્યાસ એક કડક અને સિંઘમ જેવી છાપ ધરાવનાર અધિકારી છે જેથી કોઈપણ પ્રકારના બે નંબરના ધંધા ચાલુ કરવા દેતા નથી જે એક સારી બાબત છે પરંતુ સ્થાનિકો નું કહેવું છે કે પી.આઈ. એન.કે.વ્યાસ ની જાણ બહાર ડી.સ્ટાફ પી.એસ.આઈ. જયદીપ બારોટ ખાનગી રાહે દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ને મંજૂરી આપી ને એક અડ્ડા ઉપર થી મસમોટા 35000 રૂપિયા જેટલો હપ્તો ઉઘરાવી રહ્યા છે તો પણ પી.આઈ.એન.કે.વ્યાસ ને ગંધ આવવા દેતા નથી અને જ્યારે પણ કોઈપણ અડ્ડા વાળો મહિને ભરણ ના આપે તો પોલીસ સ્ટેશન લઈ આવી ને પી.આઈ. એન.કે.વ્યાસ સામે ઉભો કરી દેવામાં આવે અને કહે કે આપડા વિસ્તારમાં ખાનગી રાહે ધંધો કરી રહ્યો હતો એટલે લઈ આવ્યા છીએ પરંતુ પી.એસ.આઈ. જયદીપ બારોટ ની વાસ્તવિકતા જ કંઈક અલગ છે અને પોતાની છબી સારી રાખવા પી.આઈ.સામે સારું દેખાડવા આવા કેસો કરી રહ્યા હોવાનું બાપુનગરની જનતા કહી રહી છે.