નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારા વીડિયોમાં ડ્રોન ફૂટેજની ક્ષણ બતાવવામાં આવી છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક મોટો મગર બુલ શાર્કનો સામનો કરી રહ્યો છે.
અંગ્રેજી મીડિયાના અહેવાલ અનુસાર, ચેલ્સી અને બ્રાયસ કુનુનૂરામાં ઇવાનહો ક્રોસિંગ નજીક માછીમારી કરી રહ્યા હતા, જ્યારે તેણે પાણીમાં હલન ચલન જોઈ તો તેણે ડ્રોન કેમેરો સેટ કર્યો, જેમાં મગર અને થોડા જ ફુટ દૂર એક બુલશાર્ક એકબીજાની સામસામે હતા. ન્યૂઝવીકના જણાવ્યા મુજબ મગર લગભગ 16 ફુટ લાંબો હતો.
આ વીડિયોના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેમાં બંને થોડીવાર માટે સામ-સામે આવે છે. પરંતુ બંને વચ્ચે કોઈ લડત થતી નથી. બુલ શાર્ક મગર તરફ આગળ વધે છે, પછી તેનો માર્ગ બદલીને છટકી જાય છે.
1.6 લાખથી વધુ વ્યૂઝ
આ વિડીયોને યુટ્યુબ પર 1.6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જો કે આ વિડીયો છેલ્લા મહિનાનો છે. પરંતુ તાજેતરમાં તે વાયરલ થયો છે. કારણ કે, તે ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરીથી પોસ્ટ કરાઈ રહ્યો છે.