મોદી સરકાર વધુ કડક કાયદો બનાવશે, પીએમએલએ હેઠળ કાર્યવાહી થઈ શકે : અત્યાર સુધીમાં ૪૧૬૧ કરોડની કુલ ૬૪૪ સંપત્તિઓની ઘોષણા થઈ છે
સૂત્રોના જણાવ્યા મુજબ સીબીડીટીએ અઘોષિત વિદેશી આવકના વધી રહેલા કેસથી નીપટવા માટે બ્લેકમની કાનૂન-૨૦૧૫ના વર્તમાન સ્વપમાં ફેરફાર કરીને કેટલીક નવી જોગવાઈઓ કરી છે. આ જોગવાઈઓ એટલી સખ્ત છે કે, વિદેશમાં હવે બ્લેકમની રાખનારાઓનું આવી બનશે અને એમની ભારતીય સંપત્તિ સીઝ થઈ જશે. અત્યાર સુધી આવી જોગવાઈ ન હતી માટે બ્લેકમની રાખનારાઓને કોઈ ડર ન હતો.
નવી જોગવાઈઓ મુજબ આવકવેરા વિભાગને એવી સત્તા મળશે કે તેઓ કરચોરો પાસેથી બાકી રકમ વસૂલવા માટે એમની વિદેશમાં પડેલી અઘોષિત સંપત્તીના મુલ્ય જેટલી જ સ્વદેશી સંપત્તી જપ્ત કરી લેશે. અઘોષિત વિદેશી આવક અને સંપત્તિના કેસમાં કરચોરીને અપરાધ બનાવવા માટે પીએમએલએ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું છે. બ્લેકમની કાયદો-૨૦૧૫માં બન્યો હતો પરંતુ અઘોષિત વિદેશી સંપત્તીનો પત્તો લગાવવા અને પેન્ડિંગ કેસોને નીપટાવવામાં તે બહં અસરકારક રહ્યો ન હતો માટે તેમાં સુધારા-વધારા કરીને આવી કડક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધી ફકત બાવન કેસમાં કાળાધનની ઓળખ થઈ છે જેમાંથી ૯ કેસ મુંબઈમાં ચાલી રહ્યા છે. આમ, બ્લેકમની વિદેશમાં સંગ્રહી રાખવા માટે સૌથી આગળ રહેલા લોકો હવે પોતાની ભારતીય સંપત્તી ગુમાવશે અને આવકવેરા તેને જપ્ત કરી લેશે માટે હવે એ લોકો ખરેખરી આફતમાં મુકાશે અને એમને જવાબ પણ આપવો પડશે. આ નવી જોગવાઈથી વિદેશમાં બ્લેકમની સંગ્રહ કરતાં હવે ભારતીયો સોવાર વિચાર કરશે.