માધવસિંહ સોલંકી ગુજરાતના ચાર વાર મુખ્યમંત્રી બન્યા અને ચાર વારમાંથી માત્ર એક જ વાર તેઓ આખી ટર્મ મુખ્યમંત્રી રહ્યા. 1985માં ખામ(KHAM-ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ની થયરી રજૂ કરનાર માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવ્યા તો ખરા પણ તેમણે દોઢસો દિવસ પણ પુરા નહીં કર્યા અને તેમની જગ્યાએ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. કોંગ્રેસનો આ પ્રયોગ સફળ ન થયો. કારણ હતું કે અમરસિંહ ચૌધરીના કાર્યકાળ દરમિયાન જૂથબંધી ચરમસીમા પર પહોચી ગઈ હતી.
રાજકારણમાં એક સેકન્ડ મહત્વની હોય છે અને સેકન્ડ હોય છે કે કોને ખુરશી પર બેસાડવા અને કોને ખુરશી પરથી ઉતારી દેવા. કોંગ્રેસે 182માંથી 149 સીટ જીતાડી આપનારા ખામ થિયરીના પુરસ્કર્તા માધવસિંહ અલ્પ સમયમાંથી મુખ્યમંત્રી પદેથી હટાવીને અમરસિંહ ચૌધરીને બેસાડ્યા. ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન પડી ભાંગવાનો પ્રારંભ થયો. અમરસિંહ ચૌધરી, માધવસિંહ સોલંકી વચ્ચે પણ રાજકીય ખટરાગનું આખું ગુજરાત સાક્ષી બન્યું. એ દિવસ અને આજનો દિવસ ગુજરાતમાં કોંગ્રેસ બેઠી જ ન થઈ. ચીમન પટેલનું જનતા દળ ઉદય અને ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો નંખાતો ગયો.
અહેમદ પટેલની નીતિ રહી હતી કે ક્યારેય પણ અંતિમ નિર્ણયમાં પોતાનું નામ ક્યાંય પણ ન આવે. નાની હોય કે મોટી નિમણૂંક હોય કે જિલ્લા પંચાયત કે સંસદ સુધીની ટીકીટોમાં ઉમેદવારોની પસંદગી હોય, અહેમદ પટેલ જાહેરમાં ક્યારેય કોઈના ઉપર આંગળી મૂકવાથી દુર રહ્યા, પણ એ તમામ પસંદગી એ પોતે જ કરતા રહ્યા હતા એ પણ એટલી સાચી વાત છે.
હવે માધવસિંહ સોલંકીને સાચવવાની જવાબદારી આવી. નરસિંહ રાવ સરકાર બની તો માધવસિંહ સોલંકીને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા. સોલંકીનો રાષ્ટ્રીય રાજકારણમાં ઉદય થયો. પણ બોફોર્સ ચિઠ્ઠી કાંડથી ફરી એક વાર અહેમદ પટેલ સામે તેમને શત્રુવટ બંધાઈ હોવાની ચર્ચા કોંગ્રેસમાં વારે છાશવારે થયા કરતી હતી અને આજે પણ થાય છે.
બન્યું એવું હતું કે વિદેશ મંત્રી તરીકે માધવસિંહ સોલંકીએ સ્વીટઝર્લેન્ડનાં દાવોસની મુલાકાત લીધી હતી. તે વખતે સીબીઆઈના જણાવ્યા અનુસાર 1992માં માધવસિંહ સોલંકીએ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક કાઉન્સીલની બેઠકમા ભાગ લેવા ગયા હતા, જ્યાં તેમણે સ્વીસ વિદેશ પ્રધાન રેની ફેલબરની સાથે મુલાકાત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેમના પર આક્ષેપ કરાયો હતો કે ભારતમાં થયેલા બોફોર્સ કૌભાંડની તપાસ કોઈ પરિણામ લાવવામાં નિષ્ફળ ગઈ છે. આખીય વાત રાજકીય સહાયતા પર આધારિત હોવાનું જણાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
માધવસિંહ આ ચિઠ્ઠી સ્વીટઝર્લેન્ડની સરકાર પાસે પહોંચી અને ગણતરીના દિવસોમાં ભારતીય મીડિયામાં માધવસિંહ સોલંકીએ સ્વિસ વિદેશ પ્રધાનને બોફોર્સ કૌભાંડને છાવરવા માટે લખી હોવાના આક્ષેપ સાથેના રિપોર્ટ પ્રસિદ્વ થયા. આ ચિઠ્ઠી પ્રકરણના કારણે માધવસિંહ સોલંકીએ વિદેશ મંત્રી તરીકેથી રાજીનામું આપવું પડ્યું.બોફોર્સ ચિઠ્ઠી લીક થવાનો દોષનો ટોપલો અહેમદ પટેલ પર નંખાયો. અહેમદ પટેલે આ વાતનો અનેક વખત ઈન્કાર કર્યા હતો.
તો ચિઠ્ઠી ચિઠ્ઠી કોણે અને કેવી રીતે લીક કરી હતી.
સ્વીટઝર્લેન્ડનાવિદેશ મંત્રીને લખાયેલી ચિઠ્ઠી એન્કનોલેજમેન્ટ માટે સ્વિસના વિદેશ મંત્રીના ડિપાર્ટેન્ટમાં પહોંચી અને ત્યાંથી એ ચિઠ્ઠી ભારતના વિદેશ મંત્રીની ઓફીસ સાદર રવાના કરાઈ હતી. વિદેશ મંત્રાલય ઉપરાંત પીએમઓમાં પણ ચિઠ્ઠી મોકલાઈ હતી. અહેમદ પટેલ કોષાધ્યક્ષ હતા. તેમની પાસે ચિઠ્ઠી આવવાની પ્રથમ તો કોઈ શક્યતા જણાતી ન હતી. એવું કહેવાય છે કે એન્કનોલેજમેન્ટ માટે આવેલી ચિઠ્ઠી વિદેશ મંત્રાલયમાંથી જ લીક કરવામાં આવી હતી. અહેમદ પટેલના લાખ ઈન્કાર છતાં પણ શંકાની સોય અંત સુધી અહેમદ પટેલ પર જ તકાયેલી રહી.
અહેમદ પટેલ પર ચિઠ્ઠી લીક થવાના આરોપોને રાજકીય રીતે જોઈએ તો અહેમદ પટેલ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં પોતાના સમોવડા કે પોતાની હરીફાઈ કરી શકે તેવા અન્ય કોઈ નેતાને ફાવવા દેવના મતનાં ન હતા. માધવસિંહ સોલંકીનો ગાંધી પરિવાર સાથેનો ધરોબો સારો એવો હતો. આવી સ્થિતિમાં ધારો કે બોફોર્સ ચિઠ્ઠી પ્રકારણ અહેમદ પટેલે ખોલ્યું હોય તો આ એક રાજકીય ગણતરી હોઈ શકે છે.
બીજી ગણતરી એ હોઈ શકે છે કે બોફોર્સ ચિઠ્ઠી પ્રકરણ બહાર આવ્યા બાદ અહેમદ પટેલનો કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં કોઈ હરીફ જ ન રહે. તેમના કોંગ્રેસ પરનું વર્ચસ્વ અકબંધ રહે. આ બે કારણો એવા છે જે ચિઠ્ઠી લીક થવા અંગે અહેમદ પટેલ તરફ શંકાની સોય તાકી જાય છે. વિદેશ મંત્રી પદ ગૂમાવ્યા બાદ માધવસિંહ સોલંકી કોંગ્રેસમાં ખૂણામાં ધકેલાઈ ગયા. જોકે, તેમના પુત્ર ભરતસિંહ સોલંકી સક્રીય થતાં તેમનું એક્ટીવ પોલિટીક્સ આજદિન સુધી ચાલી રહ્યું છે.
અહેમદ પટેલ અને માધવસિંહ સોલંકી વચ્ચે આ ચિઠ્ઠી કાંડ બાદ ક્યારેય સમજૂતી થઈ નહીં. બન્ને સામ-સામે જ જોવા મળ્યા. રાજકીય વેરઝેરના પરિણામોમાં અહેમદ પટેલે ક્યારેય નમતું જોખ્યું નહીં અને હરીફોને ક્યારેય કળવા દીધું નહીં કે હવે પછીના દાવપેચ શું હશે.
(ક્રમશ:)