બાલા હનુમાન મંદિરની 62 વર્ષથી અવિરત ભક્તિ યાત્રા
વિશ્વપ્રસિદ્ધ જામનગરના તળાવની પાળે આવેલ શ્રી બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનએ 61 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે તે 62માં વર્ષમાં પ્રવેશી છે. 1964થી સતત ચાલતી આ રામધૂન ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી છે અને ભૂકંપ, વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓ વચ્ચે પણ એક ક્ષણ માટે બંધ થઈ નથી.
વિશેષ મહાઆરતી અને ભક્તોની ઉમટતી ભક્તિ
આ પાવન અવસરે આજે સાંજે 7:30 વાગ્યે મંદિર પરિસરમાં 51 દિવાની સંઘ્યા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી રવિન્દ્ર જોશી જણાવે છે કે મંદિરની રામધૂન કોઈ પણ સંજોગમાં અટકતી નથી અને ભક્તોનો ઉમંગ સતત વધતો જાય છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાઈ ધન્યતા અનુભવે છે.
1964થી અવિરત ચાલુ રહેલી સંકીર્તન પરંપરા
બાલા હનુમાન મંદિરમાં આ અખંડ રામધૂનની શરૂઆત 8 જુલાઈ, 1964ના દિવસે સંત પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી રામધૂન સતત અવિરત રીતે ચાલી રહી છે. દર શનિવારે “શ્રી રામ જય રામ જય જય રામ”ના ધ્વનિ સાથે સમગ્ર વિસ્તારમા ભક્તિનો પ્રવાહ વહેતો થાય છે.
ધ્વજારોહણનું અધ્યાત્મિક મહત્વ
આ વર્ષે ધ્વજારોહણના મહિમામાં પણ વધારો થયો છે. ભક્તો હવે માત્ર રૂ. 251માં યજમાન તરીકે ધ્વજા ચઢાવી શકે છે. લોકો પોતાના સારા પ્રસંગો જેમ કે નોકરીની સફળતા, લગ્નના વરસગાંઠ, સંતાનનો જન્મદિવસ કે પુર્વજોની તિથિ નિમિત્તે ધ્વજા ચઢાવવાનો શુભ કાર્યો માટે ઉપયોગ કરે છે. મંદિરે ધ્વજારોહણ દ્વારા ભક્તો દેવાશીર્વાદ પ્રાપ્ત કરે છે એવી માન્યતા છે.
શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિબિંબ બનેલું મંદિર
શ્રી બાલા હનુમાન મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ ભક્તોના દિલમાં સ્થાયી થયેલું ભક્તિનું જીતીતું પ્રતિક છે. રોજ સવાર અને સાંજે યોજાતી આરતીમાં હજારો ભક્તો જોડાય છે અને ભગવાન હનુમાનજીના દર્શન કરીને આત્મિક શાંતિ અનુભવે છે.