મુંબઈ : બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને સારા અલી ખાનની આગામી ફિલ્મ કુલી નંબર 1નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થયા પછી જ ઇન્ટરનેટ પર ઘણું ટ્રેન્ડ કરી રહ્યું છે. ગીતમાં વરૂણ ધવન અને સારા અલી ખાનનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. આ ગીતના શબ્દો સમીર અંજનના છે અને આ ગીત ચંદના દિક્ષિત અને અભિજિત ભટ્ટાચાર્યએ ગાયું છે.
સારા અલી ખાન અને વરૂણ ધવન પણ ‘હુસ્ન હૈ સુહાના’ ગીતમાં શાનદાર ડાન્સ કરી રહ્યા છે અને તેનું શૂટિંગ જુદા જુદા સ્થળોએ કરવામાં આવ્યું છે. આ ગીત સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ગીત વર્ષ 1995 માં આવેલી ફિલ્મ ‘કુલી નંબર 1’ ના ગીતને યાદ કરીને કંપોઝ કરવામાં આવ્યું છે. આ વર્ષે 1995 માં આવેલી ફિલ્મ કુલી નંબર 1 માં ગોવિંદા અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.