પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી નવા સંસદ ભવનને લઈને નારાજ છે. કોંગ્રેસે નવા સંસદ ભવન અને જૂના મકાનની ડિઝાઇનની સરખામણી કરતા કહ્યું છે કે, સ્વદેશી અને વિદેશી નો મુદ્દો ફેંકી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે, અંગ્રેજો દ્વારા નિર્મિત વર્તમાન સંસદ ગૃહ મધ્યપ્રદેશના મોરેનામાં 64 યોગીની મંદિર જેવું છે, પરંતુ નવા સ્વનિર્ભર સંસદ ભવનનો મુસદ્દો પેન્ટાગોન (સંરક્ષણ વિભાગ) જેવો છે. લોકોમાં એક પ્રકારની પ્રતિક્રિયા હતી.
કોંગ્રેસના પ્રવક્તાએ સંસદભવનના નિર્માણની ટીકા કરી
કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે નવા સંસદ ગૃહને ટ્વીટ કરીને લખ્યું હતું કે, નવી ઇમારતનો શિલાન્યાસ કરવાનો નિર્ણય અસંવેદનશીલ, નિર્દયી અને બેશરમ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ભાજપ લોકોને રાહત આપવાને બદલે વધારાની શોભાયાત્રા કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકારનું આ પગલું અંતિમ સંસ્કારમાં ડીજે વગાડવા બરાબર છે. એક તરફ કાળા કૃષિ કાયદાઓ ના માધ્યમથી ભાજપે ખેડૂતોની આજીવિકા પર બુલડોઝર ચલાવ્યું છે, તો બીજી તરફ તે લોકોના પૈસા નિર્માણ પાછળ ખર્ચી રહી છે, જેની જરૂર નહોતી, પરંતુ તેઓ પોતાના અહંકારને સંતોષવા માટે કરી રહ્યા છે. જયવીર શેરગિલે જણાવ્યું હતું કે, મહત્ત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા સંસદ ભવનનો શિલાન્યાસ ખેડૂતો પાસેથી રોટલી છીનવી લીધા બાદ કેકની દુકાન ખોલવા સમાન છે.