મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુની ભૂમિકા ભજવી લોકપ્રિયતા મેળવનાર નિધિ ભાનુશાળી તેના બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીની બિકીનીના ઘણા ફોટા વાયરલ થયા છે.
થોડા સમય પહેલા નિધિના બદલાયેલા રૂપની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ હતી. ‘તારક મહેતા…’ શોની સોનુના આ રૂપને જોઈને બધા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. અનેક પ્રકારની ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી.
પરંતુ હવે નિધિ ભાનુશાળીનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. જ્યારેથી તેના બિકીની ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ છે. તેના માનવ પ્રમાણે આ યોગ્ય નથી.
નિધિ ભાનુશાળીએ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે જાણીને આશ્ચર્ય થાય છે કે લોકોને તેના બિકીની ફોટાઓમાં વધુ રસ પડી રહ્યો છે. તે કહે છે – આ મારું જીવન છે. હું મારા જીવનમાં જે કરું છું તે બધાને શેર કરું છું. દરેક વ્યક્તિ આ કરે છે. મને શું ખબર હતી કે આ ટ્રેંડિંગ શરૂ કરશે.