મુંબઇ: બોલિવૂડમાં કોરાના વાયરસથી પકડાયેલા અભિનેતાઓમાં હવે બીજું નામ જોડાયું છે. હવે પ્રખ્યાત વિલન અને કોમેડિયન અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર પણ કોરોના ચેપનો શિકાર બન્યો છે.
જમવામાં સ્વાદ આવી રહ્યો ન હતો – સિદ્ધાંત કપૂર
અત્યારે ગોવામાં સિદ્ધાંત કપૂરે મીડિયા સાથે ફોન પર વાત કરી હતી અને પોતાને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ આપી હતી. તેમણે કહ્યું કે, “છેલ્લા કેટલાક દિવસોથી મને ભોજનનો સ્વાદ અને ગંધ લેવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હતી અને આવી સ્થિતિમાં રવિવારે પહેલીવાર મારો કોરોના ટેસ્ટ કરાયો હતો. તે પછી પણ મેં વધુ કેટલાક પરીક્ષણો કર્યા, ત્યારબાદ મને કોરોના પોઝિટિવ હોવાનો મુદ્દો બહાર આવ્યો હતો.
હું બધી સાવચેતી રાખું છું – સિદ્ધાંત કપૂર
મીડિયા સાથે વાત કરતા-36 વર્ષીય સિદ્ધાંત કપૂરે કહ્યું, “ગોવામાં પણ અમારું એક ઘર છે અને હું હમણાં ત્યાં હાજર છું. હું કોરોના વિશે સંપૂર્ણ સભાન છું અને હું આ વિશે તમામ પ્રકારની સાવચેતી રાખું છું. મારી ચિંતા કરવાની કંઈ વાત નથી. ”
બાળ કલાકાર તરીકે, બોલિવૂડમાં પગ મૂકનાર સિદ્ધાંત કપૂરે ભુલભુલૈયા, ચૂપ ચૂપ કે, ભાગમભાગ, ઢોલ, શૂટ આઉટ એટ વડાલા, હસીના પારકર, જ્જ્બા, અગ્લી, પલ્ટન, ભૂત – પાર્ટ 1 ધ હોન્ટેડ શિપ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.