જીએસટીના અમલને ત્રણ મહિના પૂરા થઇ ગયા છે. આ ત્રણ માસ દરમિયાન વેપારીઓ પરેશાન થઇ ગયા છે. કેમકે દર મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું અને જીએસટીઆર ફાઇલ કરવામાં જ તેમનો સમય વેડફાઇ જતો હતો. દર મહિનાની ૨૦મી તારીખ સુધીમાં આગળના મહિનાનું જીએસટી રિટર્ન અને જીએસઆરટી ફાઇલ ન થાય તો ૨૦મી તારીખે રાત્રે ૧૨ વાગ્યા બાદ લેટ પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હતી.
તેમાંય વળી રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસોમાં તો જીએસટીનું વેબ પોર્ટલ જ ઠપ થઇ જતું હોવાથી વેપારીઓને કલાલો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવું પડતું હતું. સિસ્ટમની આ ખામીને લઇને ટેક્સ કનસલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્ પણ ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. જુદા જુદા વેપારી સંગઠનો દ્વારા દર મહિને રિટર્ન ફાઇલ કરવાની અવધી વધારવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવી પડતી હતી. આ રજૂઆતોને પગલે તંત્ર દ્વારા લેટ જીએસટી રિટર્ન અને જીએસટીઆર ૩બી ફાઇલ કરનાર વેપારી પાસેથી પેલન્ટી વસૂલાશે નહિ. સિસ્ટમમાં જે પેનલ્ટી ઓટો જનરેટ થઇ જતી હતી. તે હવે બંધ થઇ ગયું છે. જેને લઇને વેપારીઓને રાહત થઇ છે. જોકે સામી ચૂંટણીએ વેપારીઓનો રોષ વહોરવા માટે સરકાર તૈયાર ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે અગાઉ જે પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.