જી હા આ વાત સાચી છે વલસાડ ને અડી ને આવેલું તિથલ એક પર્યટક સ્થળ છે અને અહીં દિવસ ના મોટી સંખ્યા માં પર્યટકો આવે છે પરંતુ વલસાડ વાસી ઓ રાત્રે દરિયા ની ઠંડી હવા ખાવા મોડી રાત સુધી ફરે છે જોકે હાલ માં જ એક મહિના મા ચોરી ની ઘટના ગામ વધી જતાં સ્થાનિક લોકો એ હવે ચોરો ને પકડવા તજવીજ હાથ ધરી છે અને મોડી રાત સુધી ચોરો ને પકડવા માટે ઉજાગર કરી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ બહાર થી તિથલ જતું દેખાય છે તો તેને અટકાવા માં આવે છે અને પૂછ પરછ પણ કરવામાં આવે છે અને તેની પાસે આઈ ડી પ્રુફ પણ માંગવા માં આવે છે આ રીતે ચોરો ને પકડવા એક નવી મુહિમ ગામ લોકો એ ચાલુ કરી છે તો ગામ લોકો એ એલર્ટ સંકેત પણ સોસીયલ મીડિયા માં મુક્યો છે ચેતવણી આપી છે જેથી કરી ને કોઈ નિર્દોષ ના ફસાઈ જાય અને એક અવેરનેસ પણ કહી શકાય કે મોડી રાત્રે તિથલ ના જવું બીજી તરફ પોલીસ એ પણ પોતાનું પેટ્રોલીંગ વધારી દીધું છે ત્યારે મોડી રાત્રે ત્રાટકતા ચોરો ને પકડવા વલસાડ ના તિથલ ગામ ના લોકો નું આ અભિયાન કેટલું સફળ રહે છે એ જોવું રહ્યું