કેરળમાં સ્થાનિક સંસ્થાઓના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે શરૂ થઈ ગયું છે. 354 સ્થાનિક સંસ્થાઓમાં 6,867 વોર્ડમાં મતદાન થઈ રહ્યું છે અને 16 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન દરમિયાન કોવિદ-19ની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી પિનાઈ વિજયને કન્નુરમાં પિનારાયીમાં એક મતદાન મથક પર સ્થાનિક સંસ્થાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન કર્યું છે. રાજ્યના ચૂંટણી કમિશનર વી ભાસ્કરનના જણાવ્યા અનુસાર છેલ્લા રાઉન્ડમાં 89,74,993 મતદારો છે, જેમાં 42,87,597 પુરુષો, 46,87,310 મહિલાઓ અને 86 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. તેમાં પ્રથમ વખત 71,906 મતદારો અને 1,747 એનઆરઆઈ મતદારો અને 10,842 મતદાન મથકો નો સમાવેશ થાય છે. ‘