નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) પોતાના ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે સમય સમય પર ચેતવણીઓ જારી કરતી રહે છે. ભારતીય સ્ટેટ બેંક દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. એસબીઆઇ સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા તેના ગ્રાહકોને ચેતવણી આપતું રહે છે. ફરી એકવાર, એસબીઆઇએ ગ્રાહકોને સાવચેત અને સાવધ રહેવાની વિનંતી કરી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, એસબીઆઈના ગ્રાહકોને સોશિયલ મીડિયા પર જાગૃત રહેવાની વિનંતી છે અને કોઈ પણ ભ્રામક અને નકલી સંદેશામાં ન આવે. બેંકે વધુમાં કહ્યું, “અમે અમારા ગ્રાહકોને એસબીઆઈ તરફ વળવાની વિનંતી કરીએ છીએ. સોશિયલ મીડિયા પર ફરતા નકલી / ભ્રામક સંદેશાઓથી સાવચેત રહો. ”
આ સિવાય બેંકે થોડા સમય પહેલા 20 સેકન્ડની વિડિઓ ક્લિપ પણ શેર કરી હતી અને ગ્રાહકોને ગુપ્ત વિગતો ઓનલાઇન શેર ન કરવા જણાવ્યું હતું. એસબીઆઈએ વીડિયોની સાથે ટિ્વટ કર્યું છે, “સાવધ રહો, સલામત રહો. સોશિયલ મીડિયા પર અમારી સાથે ચેટ કરતી વખતે એકાઉન્ટ ચકાસણી તપાસો અને ગુપ્ત વિગતો ઓનલાઇન શેર કરશો નહીં.” વિડીયોમાં, ઓનલાઇન છેતરપિંડીને ટાળવા માટેની ટીપ્સ આપી હતી.
SBI customers are requested to be alert on Social Media and not fall for any misleading and fake messages.#SBI #StateBankOfIndia #CyberSecurity pic.twitter.com/57fMuCMpGU
— State Bank of India (@TheOfficialSBI) December 14, 2020
આ સિવાય બેંકે થોડા સમય પહેલા 20 સેકન્ડની વિડિઓ ક્લિપ પણ શેર કરી હતી અને ગ્રાહકોને ગુપ્ત વિગતો ઓનલાઇન શેર ન કરવા જણાવ્યું હતું. એસબીઆઈએ વીડિયોની સાથે ટિ્વટ કર્યું છે, “સાવધ રહો, સલામત રહો. સોશિયલ મીડિયા પર અમારી સાથે ચેટ કરતી વખતે એકાઉન્ટ ચકાસણી તપાસો અને ગુપ્ત વિગતો ઓનલાઇન શેર કરશો નહીં.” વિડિયોમાં, ઓનલાઇન છેતરપિંડીને ટાળવા માટેની ટીપ્સ આપી હતી.
Be vigilant, be safe.
While interacting with us on social media, please check account verification and do not share confidential details online. pic.twitter.com/x2T7ImaCz6— State Bank of India (@TheOfficialSBI) November 3, 2020