દેશના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીશરૂ થઈ ગઈ છે. હવે ઠંડા પવન સાથે પારો ઝડપથી વધી રહ્યો છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે ગયું હતું. લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચુરુમાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પિલાણીમાં રાત્રિનું તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ હતું. બિકાનેર, ગંગાનગર, ફાલોડી, સીકર, જેસલમેર અને અલવરમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 5.6, 6.4, 6.6, 7.4 અને 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જયપુર, બાડમેર, અજમેર અને જોધપુરમાં રાત્રિનું તાપમાન 9.8, 10.9, 11.5 અને 12.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધુ ઘટાડાની આગાહી કરી છે. આ સાથે જ સિકર અને ઝુન્ઝુનુ જિલ્લામાં 24 કલાક દરમિયાન કોલ્ડવેવની નોંધ લેવામાં આવી છે.
જણાવી દઈએ કે રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. સોમવારે સવારે રાજ્યના જુદા જુદા ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે રેલવે સેવાઓ ને પણ અસર થઈ હતી. રેલવેએ કેટલીક ટ્રેનો પણ રદ કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. સાથે સાથે ધુમ્મસ પણ યથાવત રહી શકે છે.