૨૭ વસ્તુ પર જીએસટી રેટ ઘટાડવાનો કાઉન્સિલમાં નિર્ણયઃ દરેક નિકાસકાર માટે ઇ-વોલેટ બનશે : ટ્રેડર્સ, મેન્યુફેક્ચર્સ, રેસ્ટોરન્ટને કમ્પોઝિશન સ્કીમ હેઠળ એક, બે અને પાંચ ટકા ટેક્સ : જેટલીની જાહેરાતો
જીએસટી: હાઈલાઇટ્સ
૨૭ વસ્તુ પર જીએસટી રેટ ઘટાડી દેવામાં આવ્યો
અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ ઉપર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો
લોકો દ્વારા બનાવવામાં આવતા યાર્ન માટે ટેક્સરેટ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો
મિડિયમ અને નાના કરદાતાઓના બોજને ઘટાડવામાં આવ્યો
જુલાઈ નિકાસ માટે રિફંડ ચેક ૧૦મી ઓક્ટોબર અને ઓગસ્ટ નિકાસ માટે રિફંડ ચેક ૧૮મી ઓક્ટોબર સુધી અપાશે
દોઢ કરોડ સુધીના ટર્નઓવરવાળા કારોબારીઓને દર મહિને રિટર્ન દાખલ કરવાથી છુટછાટ
આવા કારોબારી ત્રણ મહિનામાં રિટર્ન દાખલ કરી શકશે
કમ્પોઝિશન સ્કીમ હેઠળ ૭૫ લાખ ટર્ન ઓવરની મર્યાદાને વધારીને એક કરોડ કરાઈ
કારોબારી ત્રણ મહિનામાં કુલ વેચાણના એક ટકા ટેક્સ જમા કરીને વિગત આપી શકશે
કમ્પાઉન્ડિંગ ડિલરોને બીજા રાજ્યોમાં ચીજવસ્તુ વેચવાના અધિકાર અને ઇનપુટ સબસિડીના લાભ આપવા પાંચ સભ્યોના ગ્રુપની રચના
રિવર્સ ચાર્જની વ્યવસ્થા આગામી વર્ષે ૩૧મી માર્ચ સુધી મોકુફ
જેમ્સ એન્ડ જ્વેલરી અને હાઈવેલ્યુ ચીજવસ્તુમાં રહેલી કંપનીઓ જે બે કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે તેમને મની લોન્ડરિંગ એક્ટની સમીક્ષાથી બહાર રખાઈ
૫૦૦૦૦થી ઉપરની કિંમતની જ્વેલરીની ખરીદી કરનાર વ્યક્તિને પેનકાર્ડ અને આધારની વિગત આપવાની જરૃર નથી
દરેક નિકસકાર માટે પહેલી એપ્રિલ સુધી ઇ-વોલેટની રચના કરાશે