દેશમાં કોરોના વાયરસનો આંકડો એક કરોડ સુધી પહોંચી ગયો છે. જોકે, દેશમાં 95 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે, જે રાહતનો વિષય છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 22,889 કેસ નોંધાયા છે. આ દરમિયાન દેશમાં કોરોનાથી 338 લોકોના મોત થયા છે.
