ચીન શિયાળાથી વસંત ઋતુ સુધી પ્રાથમિકતાના આધારે કોવિડ-19નું રસીકરણ શરૂ કરશે. તબીબી સારવાર અને રોગ નિયંત્રણ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પ્રથમ રસી આપવામાં આવશે. ત્યારબાદ સામૂહિક રસીકરણ શરૂ થશે. નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)એ શનિવારે આ વાત કહી હતી.
એનએચસીના રોગ નિયંત્રણ વિભાગના અધિકારી ક્યુઈ ગેંગે પત્રકારોને જણાવ્યું હતું કે રસીકરણ કાર્યક્રમમાં એવા લોકોનો પણ સમાવેશ થશે જેઓ કામ પર જવા અથવા અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે, જ્યાં વાયરસના ચેપનું જાખમ વધારે છે.
તેમણે જણાવ્યું હતું કે, તેનાથી કોવિડ-19ના કેસોને નિયંત્રિત કરવા અને અટકાવવા નું દબાણ ઘટશે અને સ્થાનિક સ્તરે રોગચાળાના જોખમને પણ ઘટાડશે. કુઈના જણાવ્યા અનુસાર, બે તબક્કાના રસીકરણ કાર્યક્રમ હેઠળ જાહેર પરિવહન, માંસ બજાર, તબીબી સારવાર, રોગ નિયંત્રણ, ઉડ્ડયન ક્ષેત્ર વગેરેમાં કામ કરતા લોકોને સૌ પ્રથમ રસી આપવામાં આવશે. જોકે, સામૂહિક રસીકરણ કાર્યક્રમ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બ્રાઝિલ સહિત એક ડઝનથી વધુ દેશોમાં ચીન દ્વારા નિર્મિત રસીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત અને બહેરીને ચીનની સરકારી કંપની સિનોફાર્મની રસીને મંજૂરી આપી દીધી છે.
ચીનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આ વાયરસને મોટા
ભાગે ફેલાતો અટકાવવામાં આવ્યો છે. અને શનિવારે ચેપના માત્ર ત્રણ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી વપરાશની જોગવાઈ હેઠળ 10 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ટ્રાયલ દરમિયાન કોઈ ચોક્કસ પ્રતિકૂળ અસરો જોવા મળી નથી. ચીનમાં કોરોના વાયરસને રોકવા માટે પાંચ પ્રકારની રસીઓની કાળજી લેવામાં આવી રહી છે.