ઓનલાઈન ટિકિટ સુવિધા અંતર્ગત ઈ-ટિકિટનું વેચાણ વધારવા રેલવે બોર્ડે એક નવો આદેશ આપ્યો છે. તેના અંતર્ગત ૩ કલાક કરતા ટ્રેન વધારે લેટ થઈ તો ઈ-ટિકિટ લેનાર પેસેન્જર્સને ૧૦૦ ટકા રિફન્ડ આપવામાં આવશે. તે માટે પેસેન્જરે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટીડીઆર ભરવાનું રહેશે. તેમાં ૫૦ ટકા રકમ ટિકિટની ડિપોઝિટ તરીકે ભર્યા પછી થોડા કલાકોમાં જ ટ્રેનના સમયની વધુ વિગતો આપવામાં આવશે. તે માહિતી મળતા જ પેસેન્જરે બાકીની ૫૦ ટકા રકમ ભરવાની રહેશે. અત્યાર સુધી પેસેન્જર્સેને રિઝર્વેશન સેન્ટર પરથી ટિકિટ લે તો જ ૧૦૦ ટકા રિફંડની સુવિધા મળતી હતી.
ઈ-ટિકિટને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર પેસેન્જર્સને આ સુવિધા આપવામાં આવશે. ૩ કલાક અથવા તેનાથી વધારે સમય સુધી ટ્રેન લેટ થશે તો પેસેન્જર્સને હવે રિઝર્વેશન સેન્ટર સિવાય ઓનલાઈન ટીડીઆર ભરવાથી પણ ટિકિટનું કુલ રિફંડ મળી જશે. તેમાં તેમને કોઈ પ્રકારની મુશ્કેલી થશે નહીં. સરકારે ૨૦૧૫માં આપેલા આ પ્રકારના આદેશમાં અપડેટ કર્યું છે. રેલવે વિભાગનો નવો આદેશ ૩ ઓક્ટોબરથી લાગુ થશે. આ સુવિધાથી યાત્રીઓને ઘણી રહાત મળશે.
ટ્રેનના ડિપાર્ચર થવાના ૪૮ કલાક પહેલા ટિકિટ કેન્સલેશન માટે એસી ફર્સ્ટ ક્લાસ, એક્ઝિક્યુટિલ કલાસ માટે રૃ. ૨૪૦, એસી ટુ ટાયર/ફર્સ્ટ ક્લાસ માટે રૃ. ૨૦૦, એસી ૩ ટાયર/એસી ચેર કાર/ એસી ૩ ઈકોનોમી માટે રૃ. ૧૮૦, સ્લીપર ક્લાસ માટે રૃ. ૧૨૦ અને સેકન્ડ ક્લાસ માટે રૃ. ૬૦ દરેક પેસેન્જર્સને ચાર્જ કરવામાં આવશે. ટ્રેનની કન્ફર્મ ટિકિટને ૪૮ કલાકની અંદર અને ગાડીના ચોક્કસ સમયે રેલવે સ્ટેશન પર ડિપાર્ચર થાય તેના ૧૨ કલાક પહેલા ટિકિટ રદ કરાવનારને ટિકિટની કુલ કિંમતના ૨૫ ટકા ચાર્જ કરવામાં આવશે. ટ્રેનના નક્કી ડિપાર્ચરથી ૧૨ કલાક અને ચાર કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલ કરવાનો ચાર્જ ૫૦ ટકા લેવામાં આવશે.