ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (આઇઆઇએસએફ) 2020ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો સમૃદ્ધ વારસો ધરાવે છે. આપણા વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું છે. વૈશ્વિક સમસ્યાઓના સમાધાનમાં આપણો ટેક ઉદ્યોગ મોખરે છે પરંતુ ભારત વધુ કરવા માગે છે. અમારા તમામ પ્રયાસોનો ઉદ્દેશ ભારતને વૈજ્ઞાનિક શિક્ષણ માટે સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવાનો છે. સાથે સાથે, અમે ઇચ્છીએ છીએ કે આપણો વૈજ્ઞાનિક સમુદાય વૈશ્વિક પ્રતિભા સાથે વધુ વિકસે. જ્યાં સુધી લોકોને લાભ ન મળે ત્યાં સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી અધૂરી છે.
તેમણે કહ્યું હતું કે, જે રીતે આપણે અંતરિક્ષ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે, તેવી જ રીતે આપણે દરિયાઈ ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરવી પડશે. આ દિશામાં ભારત એક સમુદ્રી મિશન ચલાવી રહ્યું છે. ભારત સરકાર કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે અને અહીં સંશોધનનું વાતાવરણ સુધારવા માટે તૈયાર છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત સરકાર કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે અને અહીં સંશોધનનું વાતાવરણ સુધારવા માટે તૈયાર છે.