નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે 22 ડિસેમ્બર, મંગળવારે તેની મંગેતર ધનશ્રી વર્મા સાથે સાત ફેરા લીધા છે. ચહલે ખુદ આ અંગેની માહિતી પત્ની ધનશ્રી સાથેના તેમના લગ્નની તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ બંનેએ સગાઈ કરી હતી.
ચહલનો ફોટો શેર થતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ પછી, તેના ચાહકો સાથે, બીસીસીઆઈ અને ચહલની ટીમ આરસીબીએ પણ તેમને અભિનંદન આપ્યા છે. ચહલની પત્ની ધનશ્રી પ્રખ્યાત યુટ્યુબર છે અને યુટ્યુબ પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. ડાન્સર હોવા ઉપરાંત તે ખૂબ જ સારી કોરિયોગ્રાફર પણ છે અને પ્રોફેશનલી ડેન્ટિસ્ટ છે.
બીસીસીઆઈએ અભિનંદન પાઠવ્યા
યજુવેન્દ્ર ચહલના લગ્નના સમાચાર પ્રકાશમાં આવ્યા પછી, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયાએ ટ્વિટર પર બંનેને અભિનંદન આપતાં લખ્યું કે, ‘તમે બંને જીવનભર ખુશ રહો.’
https://twitter.com/BCCI/status/1341408688771375105
આરસીબીએ પણ ચહલને અભિનંદન પાઠવ્યા હતા
બીસીસીઆઈની સાથે ચહલની ટીમે આરસીબીએ નવદંપતીને અભિનંદન આપ્યા અને લખ્યું કે આરસીબીએ પણ ‘યુજી કોટ એન્ડ બોલ્ડ ધનશ્રી. બંનેને ખૂબ ખૂબ અભિનંદન.
https://twitter.com/RCBTweets/status/1341406108532027395