આપણે બધા જાણીએ છીએ કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ આપણા શરીરને નુકશાન કરે છે, પરંતુ કોઈએ એવું નહિં વિચાર્યું હોય કે તે આંખોની રોશની છીણી લઇ શકે છે. પરંતુ સાવધાન આવોજ એક બનાવ તાજેતર માં ચીન માં બન્યો છે. હા, એક ચાઇનીઝ મહિલાએ તેના સ્માર્ટફોન પર આખો દિવસ ગેમ રમી, અને તેને દેખાવાનું બંધ થઇ ગયું. તે અંધ બની ગઈ.
સમાચાર અનુસાર, 21 વર્ષીય મહિલાએ તેના સ્માર્ટફોન પર આખો દિવસ ગેમ રમી હતી અને અચાનક તેને એક આંખ સાથે દેખાવાનું બંધ થઇ ગયું. આ સ્ત્રીને ગેમ કિંગ ગ્લોરી રમવુ બહુ ગમતું હતું. ચાઇના માં આ રમત ખૂબ લોકપ્રિય છે. એટલું જ નહીં, જે લોકો આ રમત રમે છે તેઓ માને છે કે તેઓ આ રમતના વ્યસની છે. સ્ત્રી રમતની વ્યસની હતી કે તે સતત આઠ કલાક ખાધા પીધા વગર રમતી હતી. એટલું જ નહીં, તે ટોઇલેટ પણ જતી નહીં.
મહિલાના જણાવ્યા અનુસાર, જ્યારે તે ઓફિસમાં નહોતી જતી ત્યારે નાસ્તા બાદ સવારે 6 વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી રમતી. મહિલાએ એ પણ ખુલાસો કર્યો કે તે 1 ઓક્ટોબરના દિવસે આખો દિવસ આ ગેમ રમી અને રાત્રે જમી ને તેણે રમત ફરી રમવાનું શરૂ કર્યું, તેને જમણી આંખે દેખાવાનું બંધ થઇ ગયું. પછી, તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તપાસ કર્યા પછી જણાવ્યું હતું કે ગેમના ઓવર-પ્લે યિંગ ને લીધે તેના રેટિનામાં ખૂન જમા થઇ ગયું છે અને તેને દેખાવાનું બંધ થઇ ગયું છે. તેને રેટિનલ આર્ટરી ઓક્યુલેશન કહેવામાં આવે છે.
રેટિના આર્ટરી ઓક્યુલેશન માં, આંખની નાની ધમનીઓમાં બ્લોકેજ આવે છે, જે આંખની રેટિનામાં લોહી પોહ્ચાડવાનું કામ કરે છે. આ રોગ ખૂબ જ વૃદ્ધ લોકોને થાય છે. જ્યારે આટલી નાની ઉંમરની વ્યક્તિને આ રોગ થયો હોય એવો તેમના માટે આ પેહલો કેસ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.