ભારતના ફાસ્ટ બોલર અને બરોડાથી રમતા ઇરફાન પઠાણનું માનવું છે કે, હાર્દિક પંડ્યાને આંતરરાષ્ટ્રીય સ્તર પર થોડો વધુ સમય આપવાની જરૂર છે. પઠાણે એમ પણ કહ્યું કે, અત્યારે હાર્દિક પર કોઇપણ પ્રકારનું દબાણ બનાવવું ન જોઇએ. એક કાર્યક્રમમાં ઇરફાન પઠાણે કહ્યું કે, હાર્દિક ભારતીય ટીમમાં એક બેટિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી રહ્યો છે અને હું પણ તેને બેટિંગ ઓલરાઉન્ડરના રૂપમાં જોઇ રહ્યો છુ. આંતરરાષ્ટ્રીય સ્તર પર હાર્દિકને થોડો વધુ સમય આપવાની જરૂર છે. આપણે પંડ્યાને ખુલીને રમવા દેવો જોઇએ.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમના હાલના દેખાવ વિશે પઠાણે કહ્યું કે, હું સમજુ છુ કે ભારતીય ટીમ સારો દેખાવ કર્યો. બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ એમ ત્રણેય ક્ષેત્રમાં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે પડી અને આ સિરીઝમાં ભારતીય ટીમે મહેમાનોને ચારેતરફ ઘેરી માર માર્યો હતો. હું સમજુ છુ કે પહેલાની ઓસ્ટ્રેલિયાની ટીમ અને અત્યારની ટીમમાં ઘણો અંતર છે. પરંતું, આપણે ભારતીય ટીમને શ્રેય આપવો જોઇએ. પોતાના ઘરમાં રમતા પણ સિરીઝ જીતવી આસાન નથી કારણ કે મને હજી પણ યાદ છે કે, 2008માં સીબી સિરીઝમાં અમે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવ્યું હતું. પિચ અને સ્થિતિ હમેશાથી ક્રિકેટ માટે ઘણું મહત્વપૂર્ણ રહે છે. પરંતુ, આપણ ભારતીય ટીમને શ્રેય આપવો જોઇએ.
ઇરફાન પઠાણે કહ્યું કે, અત્યારે હું ઘણો ફિટ અનુભવ કરી રહ્યો છું. મેં યો-યો ટેસ્ટમાં મારો સ્કોર 16નેપાર કરી દીધો છે. અત્યારે હું મારું ધ્યાન રણજી ટ્રોફીના આ સત્ર પર કેન્દ્રિત કરી રહ્યો છું. કારણ કે જ્યારે તમે એક વસ્તુ પર કેન્દ્રિત રહો તો તમારો આગળનો રસ્તો ખુલી જાય છે.