કોંગ્રેસમાં હાલની પરિસ્થિતિ જોઈએ તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે ત્યારે પેટા ચૂંટણી માં કારમી હાર થયા બાદ પણ કોંગ્રેસ અંદર અંદરની લડાઈ માં જ પડી રહેતી હોવાને પગલે અનેક કાર્યકરો માં નારાજગી જોવા મળી રહી છે.
8 વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ 2 અલગ અલગ જૂથના ધારાસભ્યોની લડાઈમાં કોર્પોરેશન ના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ રાજીનામુ ધરી દીધું હતું જેને લઈને પણ કાર્યકરોમાં નારાજગી વ્યાપી હતી અને કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા પણ આવી પહોંચ્યા હતા.
કોંગ્રેસના પીઢ ગણાતા નેતા ઉમાકાન્ત માંકડ કે જેને કોંગ્રેસ માટે ઘણી ખરી લડાઈઓ માં ખુબજ નજીકની કામગીરી કરી હતી પરંતુ જ્યારથી અમિત ચાવડા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સાંભળતા જ ઉમાકાન્ત માંકડ ને સાઈડ ટ્રેક કર્યા હોવાની પણ અનેક ચર્ચાઓ ચાલી હતી પરંતુ કોઈએ તે વાત ને વધુ વેઇટેજ ન આપતા તે વાત ઢંકાઈ ગઈ હતી.જયારે ગઈકાલે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટે ચેરમેન અને અનેક જવાબદારીઓ માટે ના નામની જાહેરાત થયા બાદ ઉમાકાન્ત માંકડ દ્વારા કોંગ્રેસ પક્ષ ની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કોંગ્રેસ હાઇકમાન્ડ હરકત માં આવ્યું હતું અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ને જોઈતું હતું તે જ મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે તેવી ચર્ચાઓ કાર્યકરો માં ચાલુ થઈ ગઈ હતી કારણકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઉમાકાન્ત માંકડ ને પક્ષ માંથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરી દીધો છે.