ફિફા અંડર 17 વર્લ્ડ કપમાં ભારતની ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી ન શકવાથી નિરાશ જરૂર હશે. તો બીજી તરફ એશિયા કપ ક્વોલિફાયર મેચમાં ભારતીય ફુટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરતા મકાઉને કરારી હાર આપે 2019માં UAE માં થનારી એશીયા કપ માટે ક્વોલિફાય કરી દીધું છે. મોટી ઉપ્લબ્ધી મેળવ્યા બાદ ભારતીય ફુટબોલ ટીમ, દેશના ફુટબોલના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એશિયા કપમાં ક્વોલિફાય કર્યા બાદ ટીમના ખેલાડીઓમાં ખુશી સમાતી ન હતી. એવી જ ઝલક કઇક મકાઉ ટીમ સામે જીત્યા બાદ ભારતીય ફુટબોલ ટીમમાં જોવા મળી હતી. આ જીત બાદ ભારતીય ફુટબોલ ટીમના કોચે કહ્યું હતું કે “આ એક ઘણી જ શાનદાર જીત હતી. અમારૂ જે લક્ષ્ય હતું અત્યારે કે એશિયા કપ ક્વોલિપાય કરવું તે લક્ષ્ય અમે પાર પાડી દીધુ છે. મને મારી ટીમ પર ગર્વ છે. મારી રીતને ભારતીય ફુટબોલ ટીમે અપનાવી. જે મને જોઇતું હતું તે ટીમે મને આપ્યું.” કોચે વધુમાં કહ્યું કે “ટીમના તમામ ખેલાડીઓએ તમામ મુશ્કેલ પુરીશ્રમ કર્યો હતો. તમામ મુશ્કેલિનો સામનો કર્યો અને તેનું આ પરીણામ અમને બધાને મળ્યું.”