વલસાડ : ગુજરાત ગૌરવયાત્રાનો આજે દક્ષિણયાત્રાનો પ્રવાસ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માટે અધરો સાબિત થયો હતો. વલસાડ પાસે જાહેરસભામાં કોંગ્રેસને આડે હાથ લેતા યોગીએ કહ્યું હતું કે કોંગ્રેસે ગુજરામાં ઘણા નેતાઓને અન્યાય કર્યો છે. એમાં ગુજરાતના નેતા સરદાર પટેલ પણ છે. સરદાર પટેલને ભારતરત્ન કોંગ્રેસે નથી આપ્યો પરંતુ વાજપેયી સરકારે પ્રયાસ કાર્ય હતા.
યોગીએ પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીની ટીકા કરી હતી. જેનો એમણે સામનો કરવો પડ્યો હતો. વલસાડની આસપાસ રોડ શો માં કોંગી કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. જેથી પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ પહેલા રાહુલની ટીકા કરતા યોગીએ કહ્યું હતું કે અમેઠીમાં ત્રણ પેઢીથી રાજ કરતા હોવા છતાં પણ એક કલેક્ટર ઓફીસ પણ બનાવી શક્ય નથી . આ ટીકા બાદ રોષે ભરાયેલાં કોંગી કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો.