ગુજરાત વિધાનસભાની ચૂંટણીને થોડો સમય બાકી છે ત્યારે ચૂંટણીપંચે નાણાંની ઉચાપત ન થાય તેની તકેદારી રાખી રહ્યું છે. વિધાનસભાના ઉમેદવારોને 50 000 રૂપિયા પાસે રાખવાની છૂટ આપવામાં આવી છે અને ચૂંટણીપેટે મહત્તમ 28 લાખ રૂપિયા વાપરવાની છૂટ આપવામાં આવી છે. તેનો એક એક પૈસાનો હિસાબ પણ આપવો પડશે। જો કોઈ વ્યક્તિ 50000 થી વધારે રકમ સાથે પકડાશે તો આધાર પુરાવા આપવા પડશે જો સંતોષ કારક જવાબ નહિ લાગે તો કાયદાકીય કાર્યવાહી માંથી પસાર થવું પડશે ચૂંટણીને કારણે લોકોને કનડગત ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા રાજકીય પક્ષોને ભલામણ કરવામાં આવી છે.