સુરતમાં ફાર્મ હાઉસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની જન્મદિવસની પાર્ટીના વીડિયો વાઈરલ થયા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરત શહેરમાં માથાભારેની ઓળખ ધરાવતા સૂર્યા બંગાળીએ શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સુરત જિલ્લાનો આ બીજો વીડિયો વાઈરલ થયો છે. જોકે, પોલીસ સામે સવાલો ઉભા થયા છે.
સુરત શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સૂર્યા બંગાળીએ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગોપીપુરામાં રાયચંદ દીપચંદ સ્કૂલ પાસે અડ્ડો જમાવી ટપોરીગીરી કરતા સૂર્યા બંગાળીએ ક્રિસમસના દિવસે પોતાનો જન્મદિવસ શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં ઉજવ્યો હતો. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી. ભારે ભીડ વચ્ચે સૂર્યા બંગાળીના સાગરીતોએ ડીજેના તાલે ઝૂમવા સાથે ફટાકડા પણ ફો” હતા. મોડીરાત્રે થયેલી આ પાર્ટીમાં સોશિ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો.
બે વર્ષ પહેલાં સૂર્યાએ જન્મદિવસની ઉજવણીમાં મધરાત્રે ડીજે તથા ઢોલ-નગારાની ધામધૂમ વચ્ચે જાહેર માર્ગ પર કેપ કાપી તમાશો કર્યો હતો. જે વીડિયો વાઈરલ થતા અઠવા પોલીસે ગુનો નોંધી સૂર્યા આણી મંડળીની અટકાયત કરી હતી. તેના જન્મદિવસની ઊજવણીમાં તેના સમર્થકો દ્વારા 101 કિલોની કેક કાપવામાં આવી હતી.
પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા અલ્પેશ કથીરિયાની વાઈલ વીડિયો મારલે મામલે ડીવાયએસપી ઉષા રાડા દ્વારા ચાર જેટલા પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આ ઘટના માત્ર 48 કલાકમાં જિલ્લા પોલીસની હદમાં ફરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે હવે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.