નવા વર્ષમાં એલઈડી ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જેવી અન્ય ટકાઉ ઘરેલુ ચીજવસ્તુઓની કિંમતોમાં જાન્યુઆરીથી 10 ટકાનો વધારો થઈ શકે છે. કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલ અને પરિવહન માલ મોંઘા હોવાને કારણે ભાવમાં વધારો શક્ય છે. વધુમાં, પુરવઠાના અભાવે ટીવી પેનલ્સ (ઓપન સેલ)ની કિંમતો પણ બમણી થઈ ગઈ છે, એમ ઉત્પાદકોએ જણાવ્યું હતું. કાચા તેલની કિંમતોમાં વધારા સાથે પ્લાસ્ટિક પણ મોંઘું બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એલજી, પેનાસોનિક અને થોમસન જેવા ઉત્પાદકો માટે જાન્યુઆરીથી ભાવ વધશે, જ્યારે સોની હજુ પણ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને તેના પર નિર્ણય લેવો પડશે.
પેનાસોનિક ઇન્ડિયાના ચેરમેન અને સીઈઓ મનીષ શર્માએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે નજીકના ભવિષ્યમાં કોમોડિટીની કિંમતોમાં વધારો અમારી પ્રોડક્ટ્સની કિંમતોને અસર કરશે. મારો અંદાજ છે કે જાન્યુઆરીમાં કિંમતોમાં 6-7 ટકાનો વધારો થશે અને નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તે વધીને 10-11 ટકા થઈ શકે છે. ‘
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પણ આવતા વર્ષે જાન્યુઆરીથી કિંમતોમાં સાતથી આઠ ટકાનો વધારો કરવા જઈ રહી છે. જાન્યુઆરીથી અમે ટીવી, ઇલેક્ટ્રોનિક્સ મશીન, રેફ્રિજરેટર વગેરે જેવી તમામ પ્રોડક્ટ્સની કિંમતોમાં સાતથી આઠ ટકાનો વધારો કરવા જઈ રહ્યા છીએ, એમ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (હોમ એપ્લાયન્સીસ) વિજય બાબુએ જણાવ્યું હતું. કાચા માલની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. આ ઉપરાંત કાચા તેલની કિંમતો પણ વધી રહી છે, તેથી પ્લાસ્ટિક મટિરિયલની કિંમતમાં પણ મહદ અંશે વધારો થયો છે. ‘
સોની ઇન્ડિયા ભાવ વધારાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. આ વિશે પૂછતાં સોની ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ નાયરે કહ્યું, “અત્યારે નહીં. હજુ રાહ જોઈ રહી છે. અમે પુરવઠા બાજુ તરફ નજર કરી રહ્યા છીએ, જે દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. પરિસ્થિતિ અસ્પષ્ટ છે અને અમે હજુ સુધી તેના પર નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું હતું કે, પેનલની કિંમતો અને કેટલાક કાચા માલની કિંમતમાં વધારો થયો છે, ખાસ કરીને ટીવી માટે.