છેતરપિંડી અને બનાવટી મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે લોકપ્રિય કાર ડિઝાઇનર દિલીપ છબારીયાને ઝડપી પાડ્યો હતો. ડીસીના માલિક છાબરિયાને આઇપીસી હેઠળ કલમ 420માં છેતરપિંડી અને બનાવટી કલમો હેઠળ પકડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ક્રિમિનલ ઇન્ટેલિજન્સ એજન્સીએ સોમવારે છેતરપિંડી અને બનાવટી કેસમાં જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છબરિયાની ધરપકડ કરી હતી.
