રાજ્યમાં પોસ્ટ વેક્સિન આવી ગયા બાદ 30 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે
• અમદાવાદ જિલ્લામાં 196 કર્મચારીને કોરોના વેક્સિનેશન માટે તાલીમ આપવામાં આવી
રાજ્યમાં હાલમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે. શહેરમાં કોરોનાની વેક્સિન માટે હાલમાં 300 રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાં હવે ડ્રાય રનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેથી આજે 25 હેથવર્કરો પર ડ્રાય રનની મોકડ્રિલ યોજવામાં આવશે
આજે 25 હેલ્થ વર્કરો પર થશે ડ્રાય રન મોકડ્રિલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ રસીકરણ કેન્દ્રની વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પોસ્ટ વેક્સિન આવી ગયા બાદ 30 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે. હાલમાં સરવેની કામગીરી પૂર્ણ થવા આવી છે. સરવે દરમિયાન જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તે જ લોકોને વેક્સિન આપવામાં આવશે. ડ્રાય રનમાં વેકસીનેશન બાદ 30 મિનિટ સુધી રસી લેનારને ઓલ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલમાં અમદાવાદમાં વિરાટનગરમાં પ્રાથમિક સ્કૂલમાં રસીકરણ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. વેકસીનેશન માટે રસીકરણ કેન્દ્ર સંપૂર્ણ તૈયાર છે. જેમાં હાલમાં સ્કૂલમાં વેઇટિંગ રૂમ, વેકસીનેશન રૂમ ઓન્ઝર્વેશન રૂમ બનાવમાં આવ્યો.
અમદાવાદ જિલ્લામાં 196 કર્મચારીને કોરોના વેક્સિનેશન માટે તાલીમ આપવામાં આવી
આરોગ્ય વિભાગ અમદાવાદ ખાતેથી ઓનલાઇન વિકિસનેશન તાલીમ યોજાઈ ગઈ જેમાં પ્રાથમિક કેન્દ્રોના અધિકારીઓ, આરોગ્ય કર્મીઓને આ સંબંધિ વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પાબેન યાદવે જણાવ્યું કે જિલ્લાના અલગ અલગ સેન્ટરોના 196 જેટલા અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. વેકિસનેશન તાલીમમાં તાલીમાર્થીઓને દરેક કક્ષાએ કોવિડ રસીને +2 થી +8 સે.માં રાખવાની છે. તેમજ રસીને કોવિડ આઇસ પેક સાથેજ સ્થળાંતર કરવાની છે. રૂટિન ઇમ્યુનાઇઝશનની રસીઓ સામગ્રીઓ તેમજ કોવિડ રસીઓ સામગ્રીઓ અલગ અલગ રાખવાની રહેશે. આ પ્રકારની માહિતી આપવામાં આવી
વેક્સિનેશનમાં પ્રથમ તબક્કામાં મેડિકલ સ્ટાફનો સમાવેશ
લાભાર્થીનું રજિસ્ટ્રેશન આમાં ફરજીયાત છે. જેનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય એ લાભાર્થી બુથ પર પહોંચે એટલે તેનું ફોટો આઈડી તથા અન્ય વિગતો મેળવીને પોર્ટલ પર વેરીફાય કરાશે, જે ઓ.કે. થયે તેને રસી અપાશે અને અડધો કલાક માટે એ વ્યકિતને અન્ડર ઓન્ઝર્વેશન કરાશે. સ્થળ પર જ વેક્સિનેશન સકસેસફુલ રહ્યાની ડેટા એન્ટ્રી કરાશે અને તે અપલોડ થયે લાભાર્થીને પછીના શીડ્યુઅલની વિગતોનો મોબાઈલ મેસેજ મળશે. વેક્સિનેશન બૂથ તરીકે મોટેભાગે મતદાન મથકોમાંથી જ પસંદગી થવાની શકયતા વધુ છે. વેકિસનેશન સેન્ટરના ત્રણ રૂમમાંથી પહેલો વેઈટિંગ રૂમ, બીજો વેકિસનેશન રૂમ અને ત્રીજો ઓન્ઝર્વેશન રૂમ રહેશે. પૂરતા હવા ઉજાસવાળા કેન્દ્રો પસંદ કરીને તૈયારીઓ રખાશે.
.