તહેવાર નજીક આવી ગયા છે ખાવાપીવાના શોખીનો તેમજ ઉસ્તવના શોખીનો ખુબ જ મોજ મસ્તી સાથે ઉજવણી કરશે અને ઉજવણીમાં જમવાનું તો કેવી રીતે ભૂલી શકાય? પણ આ વર્ષે મોંઘવારીએ માજા મૂકી છે. તહેવાર હોય એટલે લોકો મનભરીને મનાવે છે પણ આ વખતે ઉજવણી બનશે થોડી મોંઘી ચણાના બેસનના ભાવમાં તોતિંગ વધારો જીકાયો છે.બેસનનો ભાવ અત્યારે 120ની સપાટી પર પહોંચી ગયું છે આ સાથે મોહનથાળ,ફૂલવડીના લોટના ભાવમાં પણ વધારો થયો છે
દિવાળીના પર્વ પર લોકો જાતજાતની મીઠાઈઓ બનાવતા હોય છે.મોહનથાળ, ફૂલવડી,લાડુ જેવી મીઠાઈઓ બનાવી મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. ત્રણ મહીના પહેલા અડદની દાળના જે ભાવ હતા તેમાં અત્યારે ખુબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે મોંઘવારીના કારણે દિવાળી પર લોકો મીઠાઈ ખરીદતા પહેલા એક વાર વિચારશે।
શિયાળામાં લોકો વસાણાં બનાવતા હોય ત્યારે આ બધી વસ્તુઓની માંગ વધતી હોવાથી ભાવમાં વધારો જોવા મળે છે આ વખતે દિવાળી પર્વ પર ભાવ વધારો જોય શકાય છે.