પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સારૂ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળો ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. આ સંદર્ભમાં વલસાડ શહેરના સ્થાનિક નાગરિકો કે જેઓ સવારે કે સાંજે તિથલ બીચ ઉપર માત્ર ને માત્ર વોકિંગ અને જોગિંગના શુભ ઉદ્દેશથી જતાં હોય કે જવા માંગતા હોય તેઓને કોઈ પણ પ્રકારની હેરાનગતી ન થાય અને એમને જવા દેવામાં આવે તેવી સૂચના સબંધકર્તાઓને કલેકટરશ્રી આર.આર.રાવલ દ્વારા આપવામાં આવી છે. જેની વલસાડના નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.
વધુમાં તિથલની આસપાસના ધાર્મિક સ્થળો ઉપર માત્ર દર્શનાર્થે જતા ધર્મપે્રમી વ્યકિતઓને પણ ઉપરોકત નિયંત્રણમાંથી છૂટછાટ આપવામાં આવી છે. અલબત્ત, તિથલ બીચ ઉપર વોકીંગ, જોગિંગ, એકસરસાઇઝ માટે કે દર્શનાર્થે જતા તમામ નાગરિકોએ કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે અને જિલ્લા કલેકટરશ્રીના અમલી જાહેરનામાનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.
જો આમ કરવામાં કોઈ ચૂક કે કોઈ બેદરકારી દાખવવામાં આવશે તો તેવી વ્યકિતઓની વિરૂઘ્ધમાં કાયદાકીય પગલાં પણ લેવાની ફરજ પડશે, જેની સર્વેએ નોંધ લેવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જણાવાયું છે.