એક ચાર્જમાં સીધી અમદાવાદથી મુંબઈ! Toyota એ માર્કેટમાં ઉતારી સસ્તી અને પાવરફુલ EV!
ટોયોટાએ ભારતીય ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરીને પોતાની પહેલી પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી Toyota Urban Cruiser Taisor (અથવા ઈબેલા) લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેના E3 વેરિઅન્ટને 23.60 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે બજારમાં ઉતાર્યું છે. સિંગલ ચાર્જ પર 543 કિલોમીટરની શાનદાર રેન્જ અને દમદાર લુક ધરાવતી આ એસયુવી ભારતીય માર્કેટમાં ટાટા, મહિન્દ્રા, એમજી, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને વિનફાસ્ટ જેવી દિગ્ગજ કંપનીઓની ઊંઘ ઉડાવી દેશે. ચાલો, આ શાનદાર ઇલેક્ટ્રિક કારના તમામ ફીચર્સ, રેન્જ અને ખાસિયતો વિશે વિગતવાર જાણીએ.
આકર્ષક લુક અને અર્બન ટેક ડિઝાઇન
ટોયોટાએ પોતાની આ પહેલી ઇલેક્ટ્રિક એસયુવીને ‘અર્બન ટેક’ ડિઝાઇન થીમ પર તૈયાર કરી છે. કારની સામેની તરફ કંપનીની સિગ્નેચર ‘હેમરહેડ ફ્રન્ટ ફેસિયા’ ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને રસ્તા પર એક અલગ અને આકર્ષક ઓળખ આપે છે. આ સાથે જ તેનો એરોડાયનેમિક આકાર કારની સ્પીડ અને રેન્જ વધારવામાં મદદ કરે છે.
ગાડીમાં પ્રીમિયમ એલઇડી (LED) લાઇટિંગ અને 18-ઇંચના મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે આ એસયુવીને કિલર અને મોર્ડન લુક આપે છે. કલર ઓપ્શનની વાત કરીએ તો, ગ્રાહકો માટે આમાં 5 સિંગલ ટોન અને 4 ડ્યુઅલ ટોન આકર્ષક કલરના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
પ્રીમિયમ ઇન્ટિરિયર અને હાઇ-ટેક ફીચર્સ
ટોયોટાની આ ઇલેક્ટ્રિક કારની અંદર બેસતાની સાથે જ તમને લક્ઝરી ફીલ આવશે. આ કારનું કેબિન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. ડ્રાઇવિંગના અનુભવને શાનદાર બનાવવા માટે આમાં ઘણા ખાસ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે:
-
ડિજિટલ ડિસ્પ્લે: કારમાં 10.25 ઇંચનું ફૂલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.
-
કનેક્ટિવિટી: આ સિસ્ટમ વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે.
-
કમ્ફર્ટ: ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે વેરિએબલ વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ આપવામાં આવ્યું છે.
-
એમ્બિયન્સ: કેબિનના લુકને વધુ રોમેન્ટિક કે પ્રીમિયમ બનાવવા માટે 12 કલરની એમ્બિયન્ટ લાઇટિંગ ઉપલબ્ધ છે.
-
અન્ય ફીચર્સ: આકાશનો સુંદર નજારો જોવા માટે મોટી પેનોરેમિક સનરૂફ, પ્રીમિયમ જેબીએલ (JBL) સાઉન્ડ સિસ્ટમ અને સ્માર્ટફોન માટે વાયરલેસ ચાર્જર પણ સામેલ છે.
પાવરફુલ બેટરી અને દમદાર રેન્જ
પરફોર્મન્સની બાબતમાં પણ ટોયોટાએ આ કારમાં કોઈ કસર છોડી નથી. આ ઇલેક્ટ્રિક એસયુવીમાં ગ્રાહકોને બે અલગ-અલગ બેટરી પેક વિકલ્પો મળે છે:
-
49 kWh બેટરી પેક: આ વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર લગભગ 440 કિલોમીટરની રેન્જ આપે છે.
-
61 kWh બેટરી પેક: આ મોટું વેરિઅન્ટ એકવાર ફુલ ચાર્જ થવા પર 543 કિલોમીટર સુધીની લાંબી સફર ખેડી શકે છે.
આ કાર 144 હોર્સપાવરથી લઈને 174 હોર્સપાવર સુધીનો પાવર અને 193 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એસયુવીના ફ્રન્ટ એક્સલ પર પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર લગાવવામાં આવી છે, જે ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ (2WD) ટેકનોલોજી પર કામ કરે છે. આ સિવાય ડ્રાઇવર પોતાની જરૂરિયાત મુજબ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ જેવા રાઇડિંગ મોડ્સ પસંદ કરી શકે છે.
ટોપ ક્લાસ સેફ્ટી ફીચર્સ
ટોયોટા હંમેશાથી તેની ગાડીઓની મજબૂતાઈ અને સુરક્ષા માટે જાણીતી છે. આ ઇલેક્ટ્રિક કારમાં પણ સુરક્ષાની તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કારમાં મુસાફરોની સુરક્ષા માટે 7 એરબેગ્સ આપવામાં આવી છે. આ સિવાય તંગ જગ્યાઓ પર પાર્કિંગ સરળ બનાવવા માટે 360 ડિગ્રી કેમેરા ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કારમાં લેવલ 2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ) આપવામાં આવી છે, જે હાઇવે પર અકસ્માત થવાની શક્યતાઓને નહિવત કરી દે છે.
ચાર્જિંગ નેટવર્ક અને આકર્ષક ઑફર્સ
ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ માટે સૌથી મોટી ચિંતા ચાર્જિંગ અને સર્વિસની હોય છે. ટોયોટાએ આ સમસ્યાનો પણ આસાન ઉકેલ શોધી કાઢ્યો છે. આ કાર AC અને DC બંને ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કંપનીએ દેશભરમાં 500 થી વધુ BEV-ઇનેબલ્ડ સર્વિસ ટચપોઇન્ટ્સ તૈયાર કર્યા છે, જ્યાં ગ્રાહકોને માત્ર 45 મિનિટમાં ‘એક્સપ્રેસ મેન્ટેનન્સ’ની સુવિધા મળશે. આ ઉપરાંત ગ્રાહકોના ફાયદા માટે કંપની બેટરી પર 8 વર્ષની વોરંટી આપી રહી છે. તેમજ 3 વર્ષ પછી કારની કિંમતના 60 ટકા સુધીની અશ્યોર્ડ બાયબેક (પરત ખરીદી) ગેરંટી અને BaaS (બેટરી-એઝ-એ-સર્વિસ) નો અનોખો વિકલ્પ પણ આપી રહી છે, જે ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ ઘણો ઓછો કરશે.

