નવી દિલ્હી : સ્માર્ટફોન કંપની શાઓમીએ ભારતમાં Mi 10 લોન્ચ કર્યો છે. આ ફોનની ભારતમાં લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી. આજે આ ફોનનો પહેલો સેલ છે. એમેઝોન ઈન્ડિયા અને mi.com પર ચાલતા વેચાણમાં ઘણી ઓફર આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ આ ફોનની કિંમત અને સુવિધાઓ શું છે, તેમજ તેના પર ઉપલબ્ધ ઓફર્સ.
કિંમત અને ઓફર
શાઓમી મી 10 આઇને 20,999 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ તેના 6 જીબી + 64 જીબી વેરિએન્ટની કિંમત છે. ઉપરાંત, તેના 128 જીબી સ્ટોરેજની કિંમત 21,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન 8GB + 128GB વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે, જેની કિંમત 23,999 છે. જો તમે શાઓમીનો આ ફોન ખરીદો છો, તો તમને આઈસીઆઈસીઆઈ બેંક કાર્ડમાંથી 2000 રૂપિયાની ત્વરિત ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય જિયો તરફથી ફોન પર 10,000 રૂપિયા નો ફાયદો પણ આપવામાં આવી રહ્યો છે.
Mi 10 આઇ સ્પેસીફીકેશન્સ
Mi 10 આઇ ના સ્પેસીફીકેશન્સની વાત કરીએ તો, તેમાં 6.67 ઇંચનું ફુલ એચડી + ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2400 x 1080 પિક્સેલ્સ છે. તેનો એડેપ્ટિવ સિંક રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 ને પ્રોટેક્શન માટે આપવામાં આવયો છે. ફોનમાં સ્ટોરેજ માટે 6 જીબી અને 8 જીબી રેમ, 64 જીબી અને 128 જીબી ઓપ્શન છે. શાઓમીનો આ ફોન એન્ડ્રોઇડ બેસ્ટ એમઆઈયુઆઈ 12 ફોન પર કામ કરે છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 750 જી પ્રોસેસરથી સજ્જ છે.