નવી દિલ્હી : પહેલેથી જ ખેલાડીઓની ઇજાઓથી પરેશાન ભારતીય ટીમને શનિવારે વધુ એક ઝટકો લાગ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોના બોલ દ્વારા રવિન્દ્ર જાડેજા અને ૠષભ પંતને બોલથી ઇજા થતા સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા. ત્રીજી ટેસ્ટમાં આ બંનેની રમત શંકાસ્પદ બની છે.
ભારતને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે વિકેટકીપર બેટ્સમેન પંતને કોણીની ઈજા થઈ. રિઝર્વ વિકેટકીપર રિધ્ધિમાન સાહાએ આઇસીસીના નિયમો હેઠળ તેની જગ્યા લીધી. પંતને સ્કેન માટે લઇ જવામા આવ્યો હતો.
બીસીસીઆઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, “શનિવારે બેટિંગ કરતી વખતે ૠષભ પંતને તેની ડાબી કોણીમાં ઈજા થઈ હતી. તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યા છે.”
તમને જણાવી દઈએ કે, પેટ કમિન્સના શોટ બોલ પર પુલ શોટ રમતી વખતે પંતને ઈજા પહોંચી હતી. આ પછી, તે પાટો બાંધી અને ફરીથી ગ્રાઉન્ડ પર પાછો ફર્યો, પરંતુ તે ઝડપી સ્કોર કરી શક્યો નહીં. તે જોશ હેઝલવુડનોની બોલિંગમાં વિકેટ પાછળ કેચ આપીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ પછી, સિનિયર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠાની ઇજા થઈ હતી અને ત્રીજી ટેસ્ટમાં તેને ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બોલિંગ કરવું શક્ય નથી.
જાડેજાના અંગૂઠાને સ્કેન કરવામાં આવશે. તેને ગ્લોવ પર મિશેલ સ્ટાર્કના શોટ બોલથી ફટકો પડ્યો, તાત્કાલિક સારવાર કરવામાં આવિ હતી. બીસીસીઆઈએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, “રવિન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠાની ઇજા થઈ હતી. તેમને સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા.”