નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શાનદાર પ્રદર્શન કર્યા બાદ કહ્યું હતું કે, તેની ટીમ ચાર મેચની સિરીઝની શરૂઆત પહેલા ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા માટે જેટલું શક્ય હોય એટલું મુશ્કેલ બનાવવા માટે પ્રતિબદ્ધ હતી.
આ સિરીઝમાં, પુજારાની અતિશય રક્ષણાત્મક રમત માટે ટીકા થઈ રહી છે. આ મેચમાં, ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં 338 રનના જવાબમાં, ભારતીય ટીમ 176 બોલમાં 50 રનની ખૂબ ધીમી ઇનિંગના કારણે લય ગુમાવી દીધો હતો.
દિવસની રમત બાદ કમિન્સે કહ્યું કે, આજે મને પિચની થોડી મદદ મળી. પરંતુ તમે જાણો છો કે તે (પૂજારા) એવો ખેલાડી છે કે તમારે તેને ઘણી બોલિંગ કરવી પડશે. ”
ટેસ્ટ રેન્કિંગના નંબર વન બોલરે પૂજારાને પેવેલિયન મોકલીને ફક્ત 29 રન ખર્ચ કરી પાંચ વિકેટ ઝડપી હતી. પૂજારા હાલની શ્રેણીની પાંચમી ઇનિંગમાં ચોથી વખત કમિન્સનો શિકાર બન્યો છે.
પૂજારાએ ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસ પર શાનદાર બેટિંગ કરી હતી પરંતુ હાલના પ્રવાસમાં તે હજી સુધી ફોમમાં જોવા મળયો નથી. અમે સિરિઝ માટે યોજના બનાવી હતી કે તેના માટે રન બનાવુ મુશ્કેલ કરીએ.” તે 200 અથવા 300 દડા રમે, અમે તેને સારા બોલ ફેંકીને પડકાર આપીશું. સદભાગ્યે આ યોજના અત્યાર સુધી સફળ રહી છે. “