એપલનો લેટેસ્ટ આઇફોન 12 સિરીઝનો સ્માર્ટફોન આઇફોન 12 મિની ખરીદવાની આજે સૌથી શાનદાર તક છે. આ ફોનને ઇ-કોમર્સ સાઇટ એમેઝોન પર ડીલ ઓફ ધ ડે સેલ માટે લિસ્ટ કરવામાં આવ્યો છે, જે મર્યાદિત સમયગાળાની વેચાણ ઓફર છે. આ સેલમાં એપલ આઇફોન 12 મિનીને મોટી ડિસ્કાઉન્ટ ઓફર પર વેચાણ માટે લિસ્ટ કરવામાં આવી છે. ફોન 10 જાન્યુઆરી, 2021ની રાત્રે 12 પહેલા ખરીદી પર મોટી ડિસ્કાઉન્ટ ઓફરનો આનંદ ઉઠાવી શકશે. એમેઝોન ડીલ ઓફ ધ ડે ઓફરમાં 64GB અને 128GB સ્ટોરેજ વેરિયન્ટ્સને વેચાણ માટે ઓફર કરવામાં આવી છે. આ ફોન વ્હાઇટ, ગ્રીન, બ્લૂ, બ્લેક અને રેડ કલર ઓપ્શનમાં વેચાણ માટે ઉપલબ્ધ હશે.
કિંમત અને ઓફર્સ
આઇફોન 12 મિની સ્માર્ટફોનના 64GB સ્ટોરેજ વેરિયન્ટ67,900 રૂપિયામાં અને 128GB સ્ટોરેજ વેરિયન્ટ્સ 72,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ફોનની ખરીદી પર 10,800 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. ફોન નો-કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પર દર મહિને 3,432 રૂપિયા પણ ખરીદી શકશે. એચડીએફસી ડેબિટ કાર્ડને 1500 રૂપિયાનું ઇનસ્ટેન્ડ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એચડીએફસી ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 6000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેન્ક ક્રેડિટ પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
સ્પેસિફિકેશન્સ
આઇફોન 12 મિની સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ છે, જેમાં યુઝર્સ નેનો અને ઇ-સિમનો ઉપયોગ કરી શકે છે. આ ઉપકરણો iOS 14 ઓએસ પર આધારિત છે અને તે એ14 બાયોનિક ચિપ પર આપવામાં આવે છે. આઇફોન 12 મિનીમાં 5.4 ઇંચની સુપર રેટિના એક્સડીઆર OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આઇફોન 12 મિનીમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના પ્રાઇમરી કેમેરામાં 12MP અલ્ટ્રા વાઇડ અને વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં નાઇટ મોડ, ડીપ ફ્યુઝન, સ્માર્ટ એચડીઆર 3, 4કે નાઇટ મોડ, 4K ડોલબી વિઝન ડીએચઆર રેકોર્ડિંગ સપોર્ટ છે.