નવી દિલ્હી: જાપાનમાં કોરોના વાયરસના બીજા નવા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. જાપાનના આરોગ્ય મંત્રાલયે રવિવારે આ માહિતી આપી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નવું વેરિએન્ટ યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા વેરિઅન્ટ જેવું છે.
જાપાન ટાઇમ્સ અનુસાર જાપાનના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, કોરોનાનો આ નવો પ્રકાર બ્રાઝિલથી પરત આવેલા ચાર લોકોમાં મળી આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેકસીયસ ડિસીઝ (એનઆઈઆઈડી) એ કહ્યું છે કે, હજી સુધી આ પુરાવા મળ્યા નથી કે આ નવી વેરિએન્ટ ઝડપથી ફેલાય છે. જો કે, સંસ્થાનું કહેવું છે કે તે લોકોને ગંભીર રીતે બીમાર બનાવે છે અને રસીની અસર તેના પર થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જ્યારે ચાર લોકોમાંથી એક જાપાન પહોંચ્યો ત્યારે તેઓને કોઈ લક્ષણો દેખાયા નહીં, પરંતુ બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી મહિલા, જે 30 વર્ષની છે, તેના માથાનો દુખાવો જેવા લક્ષણો હતા.
તમને જણાવી દઇએ કે, આ ચાર લોકોની એરપોટ ક્વોરેન્ટીન દરમિયાન કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, બાદમાં, એનઆઈઆઈડી વિગતવાર પરીક્ષણ દરમિયાન, નવા પ્રકારના કોરોના વાયરસ અંગેની માહિતી બહાર આવી હતી.