ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વ શ્રેષ્ઠ કહેવાતા KNEE રિપ્લેશમેન્ટ ના રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જવું પડતું હોય છે તેમજ ખર્ચ પણ વધુ થતો હોવાને પગલે લોકો ઓપરેશન કરાવવામાં પાછી પાની રાખતા હોય છે.પરંતુ હવે અમદાવાદમાં જ અદ્યતન ટેકનોલોજી ધરાવતા રોબોટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.આ રોબોટ ને કારણે દર્દીઓને અનેક ફાયદા થાય છે.ઘૂંટણના ઓપરેશન સમયે હાડકા માં ઘસારો થતો હોય છે પરંતુ આ રોબોટિક ટેકનોલોજીના કારણે હવે દર્દીઓના ઘૂંટણના હડકાનો ઘસારો નહીવત થાય છે.એટલું જ નહીં પરંતુ રોબોટ થી ઓપરેશન કરાવ્યા બાદ દર્દીની રીકવરી ઝડપી થતી હોય છે અને સાથોસાથ મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવે છે.
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓર્થોપેડિક સર્જન ડો.અલ્પેશ પટેલ આ રોબોટ વિશે વધુમાં જણાવતા કહું હતું કે ત્રિશા હોસ્પિટલની યાત્રા સખત મહેનત,પ્રતિબદ્ધતા અને દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે.ત્રિશા હોસ્પિટલ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય તે માટે નવી ટેકનોલોજી અપનાવવા ખૂબ ઉત્સુક છે અને ઘરોબોટિક ટેકનોલોજી એ ઘૂંટણના સાંધા બદલવામાં એક આધુનિક પદ્ધતિ છે.જુદા જુદા પ્રકારના ઘૂંટણના ઘસારા હોય છે.
ઘૂંટણના ઘસારા ને કારણે દર્દીઓને અસહ્ય દર્દ થતું હોય છે.દર્દીઓના ઘૂંટણની સારવારના પણ અનેક પ્રકારો હોય છે.પહેલા ઘૂંટણના સાંધાનું ઓપરેશન ડોક્ટરના અનુભવ અને અનુમાન ના આધારે કરવામાં આવતું હતું.ટેકનોલોજીના અભાવના કારણે ક્યારેક દર્દીઓને મુશ્કેલીઓ પડતી હોય છે.પરંતુ 100% રિઝલ્ટ દર્દીઓને મળી રહે તે માટે ડો.અલ્પેશ પટેલ દ્વારા અદ્યતન ટેકનોલોજી વાળા રોબોટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.આ રોબોટના લાભથી અનેક દર્દીઓને ઘૂંટણના સાંધા બાદલાવવા મહત્તમ ચોકસાઈ સાથે સારવાર મળશે.