નવી દિલ્હી : એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ આજથી શરૂ થયો છે. 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલ આ સેલ 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં, સ્માર્ટફોન, લેપટોપ સહિતની તમારી જરૂરિયાતનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એમેઝોનના આ સેલમાં, સ્માર્ટફોનમાં 40 ટકા સુધીની છૂટ મળી રહી છે.
તમને આ ઓફર્સ મળશે
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં ખરીદી કરતા ગ્રાહકોને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ ઇએમઆઈ, બજાજ ફાઇનાન્સ ઇએમઆઈ કાર્ડ, એમેઝોન પે આઇસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ, એમેઝોન પે લેટર અને સિલેક્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર 10 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. એમેઝોનના આ વેચાણમાં આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આઇફોન 12 મીની
લિજેન્ડરી ટેક કંપની Appleએ ગયા વર્ષે આઇફોન 12 સિરીઝ લોન્ચ કરી હતી. આ સિરીઝના આઈફોન 12 મીનીને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર, આ સ્માર્ટફોનને એમેઝોનના રિપબ્લિક ડે સેલમાં ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવી રહ્યો છે. આ ફોનમાં સેલમાં લગભગ 10000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ આઇફોનની કિંમત 69,990 રૂપિયા છે પરંતુ એમેઝોનના આ સેલમાં તમે આ ફોનને 59,990 રૂપિયામાં ખરીદી શકશો.
વનપ્લસ 8 ટી
ભારતીય બજારમાં પોતાની આગવી ઓળખ બનાવનારી કંપની વનપ્લસના ફોન્સ પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. એમેઝોન રિપબ્લિક ડે સેલમાં, ઓછી કિંમતે વનપ્લસ 8 ટી સ્માર્ટફોન ખરીદવાની તક છે. સેલમાં તમે આ ફોનને 40,499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.