માંડવા ગ્રામસભામાં ભારે હોબાળો: ગેરકાયદે ક્વોરી મુદ્દે સવાલ પૂછતાં ઉશ્કેરાયેલા સરપંચે યુવાનને ગાળો ભાંડી

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

માંડવા ગ્રામસભામાં ભારે હોબાળો: ગેરકાયદે ક્વોરી મુદ્દે સવાલ પૂછતાં ઉશ્કેરાયેલા સરપંચે યુવાનને ગાળો ભાંડી

વલસાડ: નાનાપોંઢા તાલુકાના માંડવા ગામે યોજાયેલી ગ્રામસભામાં સ્થાનિક પથ્થર ક્વોરી અને ક્રશર પ્લાન્ટના મુદ્દે ભારે હોબાળો થયો હતો. સભા દરમિયાન એક જાગૃત યુવાને પ્લાન્ટ બંધ કરવા બાબતે પ્રશ્ન પૂછતાં જ સરપંચ દશમાભાઈ મનસુખભાઈ ધનારિયા પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા. તેમણે મહિલાઓની હાજરીમાં જ યુવાનને જાહેરમાં અપશબ્દો કહી અપમાનિત કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગ્રામસભામાં ગામના યુવાન આનંદકુમાર થોરાતે સરપંચને સવાલ કર્યો હતો કે, ક્વોરી અને ક્રશર પ્લાન્ટ બંધ કરાવવા માટે ઉચ્ચ સ્તરે કેમ કોઈ કાયદેસરની ફરિયાદ નથી કરાતી? આ સાંભળતા જ સરપંચ અકળાઈ ગયા હતા. ગ્રામજનોએ તેમને મર્યાદામાં રહીને વાત કરવા ટોકોર કરી, તો સરપંચ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.

- Advertisement -

ઠરાવો માત્ર કાગળ પર રહ્યાનો આક્ષેપ

ગ્રામજનોના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ની ગ્રામસભામાં આ ક્રશર પ્લાન્ટને મંજૂરી ન આપવા અંગે સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. તે સમયે સરપંચ કોંગ્રેસ પક્ષમાં હતા. આમ છતાં, જનતાના નિર્ણયોને નેવે મૂકીને પ્લાન્ટ ધમધમતો રહ્યો છે.

madva

- Advertisement -

સરપંચ વધુ એક વિવાદમાં

સરપંચ દશમાભાઈ ધનારિયા વારંવાર પક્ષ બદલવા માટે જાણીતા છે. તેઓ કોંગ્રેસમાંથી આપ (AAP) અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં એક સરકારી વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ ભાજપનો કેસરી ખેસ ધારણ કરીને પહોંચતા નવો વિવાદ સર્જાયો છે. સરકારી કાર્યક્રમમાં આ પ્રકારે રાજકીય પ્રદર્શન કરવા બદલ લોકો તેમની સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
આ સમગ્ર ઘટના બાદ, પીડિત યુવાને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને જિલ્લા કલેક્ટરને લેખિત અપીલ કરી છે. ગ્રામજનોએ સત્તાના નશામાં ચૂર થઈને અભદ્ર વર્તન કરનારા સરપંચ સામે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.