નવી દિલ્હી : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ને તે ઈ-મેઈલની પ્રિન્ટ વર્તમાન ટીમના ઓપનર ડોમ સિબ્લી અને જેક ક્રોલીને સોંપવા વિનંતી કરી છે, જે ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ દ્વારા એક વખત તેમને મોકલવામાં આવ્યો હતો.
પીટરસને દ્રવિડ દ્વારા મોકલેલા ઇમેઇલનો સ્ક્રીનશોટ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. નોંધનીય છે કે શ્રીલંકા સાથે ગૌલમાં બીજી ટેસ્ટ મેચ દરમિયાન સિબ્લી અને ક્રેલી દસ કરતા પણ ઓછા સ્કોરમાં આઉટ થઈ ગયા હતા.
પીટરસને પોતાની ટ્વિટમાં લખ્યું કે, “ઇંગ્લેંડ ક્રિકેટ, આ ઇ-મેઇલ પ્રિન્ટ સિબ્લી અને ક્રોલીને મોકલો. જો તેઓ આ અંગે મારો અભિપ્રાય મેળવવા માંગતા હોય તો તેઓ મને ફોન કરી શકે છે.”
https://twitter.com/KP24/status/1352932472930127872
પીટરસન 2010 માં બાંગ્લાદેશ પ્રવાસના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે દ્રવિડનો સંપર્ક કર્યો. દ્રવિડે પીટરસનને તેની ટીમના સ્પિનરો સામે જાડામાં ફ્રન્ટ પેડ વિના પ્રેક્ટિસ કરવાની સલાહ આપી હતી. આનાથી તેની ફૂટવર્ક સારી થઈ.
પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી રમાશે
મહત્વનું છે કે, ઇંગ્લેંડની ક્રિકેટ ટીમ ચાર મેચની ટેસ્ટ શ્રેણી, પાંચ મેચની ટી -20 શ્રેણી અને ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતની મુલાકાતે છે. આ પ્રવાસની શરૂઆત 5 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટથી થશે. બંને ટીમોએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે પોતપોતાની ટીમોની ઘોષણા કરી છે.