નવી દિલ્હી : વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ (પ્રાઇવેસી પોલિસી) અંગે કેન્દ્ર સરકારે આજે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે નવી ગોપનીયતા નીતિ અંગે વોટ્સએપ દ્વારા ભારતીય અને યુરોપિયન વપરાશકર્તાઓ સાથે કરવામાં આવતા અલગ – અલગ વ્યવહાર તેમના માટે ચિંતાનો વિષય છે અને તે આ મામલાની તપાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે, ચિંતાનો વિષય એ છે કે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ ઉપર ભારતીય વપરાશકારો માટે એકપક્ષી રીતે ગોપનીયતા નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
ગોપનીયતા નીતિ વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી
એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ આ અભિપ્રાયની સરકારને જસ્ટિસ સંજીવ સચદેવની કોર્ટમાં માહિતગાર કર્યા હતા, જે વોટ્સએપ દ્વારા લાવવામાં આવેલી ગોપનીયતા નીતિ વિરુદ્ધ વકીલ દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન શર્માએ કોર્ટને કહ્યું હતું કે ભારતીય વપરાશકર્તાઓને અન્ય ફેસબુક કંપનીઓ સાથે ડેટા શેર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. પ્રથમ નજરમાં એવું લાગે છે કે, વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે ‘સ્વીકારો નહીં તો સેવા નહીં આપીએ’ ની નીતિનું પાલન કરતી હતી.
‘સામાજિક અસર પડી શકે છે’
તેમણે કહ્યું, “વોટ્સએપના દબાણથી વપરાશકર્તાઓને સમાધાન કરવા દબાણ કરે છે, તે સામાજિક અસર કરી શકે છે, જે માહિતી અને માહિતી સુરક્ષાની ગોપનીયતાને અસર કરે છે.” શર્માએ કહ્યું કે, સરકાર આ મામલે પહેલાથી તપાસ કરી રહી છે અને થોડી માહિતી મેળવવા માટે વોટ્સએપનો સંપર્ક કરવામાં આવ્યો છે. વોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે આ પત્ર મળ્યો છે અને તેનો જવાબ આપવામાં આવશે. તે જ સમયે, આ કેસમાં આગામી સુનાવણી 1 માર્ચે થશે.