ચોરી ગયેલ અલગ અલગ કંપનીના ગેસના કુલ ૩૧ બાટલા અને CNG રીક્ષા મળી કુલ કિંમત,રૂપિયા ૧૦૨૫૦૦/- નો મુદ્દા માલ રિકવર કરાયો સંયુક્ત બાતમીને આધારે સૂર્યમ ત્રણ રસ્તા પાસે વોચ તાપસ કરતા આરોપીઓ ૧.ગુરુનાથ ઉર્ફર રાજુ રામ ચંદ્ર પાટીલ ઉંમર વર્ષ ૩૦ રહે,૨૪૨૬ વિનોબા ભાવેનગર હથીજણ તા, દસકોઈ, જીલ્લો, અમદાવાદ મૂળ વતન ગામ દેવાળી તા, ચાલીસ ગામ જી,જલ ગામ તથા નં,૨ વિક્રમભાઈ રમણભાઈ પટણી ઉંમર,વર્ષ,૩૦ રહે, પ્રેમનગર ના છાપરા રાજસ્થાન વિડીઓ પાસે પટણી વાસ મેમકો અમદાવાદ શહેર અને પોતાના કબ્જાની સીએનજી રિક્ષા GJ01DT2158 માં ગેસના બાટલા નંગ ૦૪મળી કુલ કિંમત રૂ, ૩૫૦૦૦/-ના મુદ્દા માલ સાથે પકડી બન્ને આરોપીઓને પૂછપરછ દરમિયાન અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોડી રાત્રી સમયે જે મકાનની દીવાલ નાની હોય તે દીવાલ કુદી મકાકાની ગેલેરીમાં પડેલ બાટલા ચોરી કરી તેબાટલા પોતના હોવાનું કહી વેચાણ કરી નાખતા હોવાનું જણાવી કુલ ૨૦ જેટલા મકાનો માંથી ૩૧ બાટલા ની ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા આરોપીઓ એ જણાવ્યા મુજબ ૩૧ બાટલા મળી કુલ રુ,૧૦૨૫૦૦/- નો મુદ્દા માલ કબજે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા તેમજ આજદિન સુધીમાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે ૧૦ગુના તથા કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન ખાતે 3ગુના મળી કુલ ૧૩ જેટલા ગુના દાખલ કરેલ તેમજ બીજા બનાવોમાં ફરિયાદી માં નામ સરનામાં વેરીફાય કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બાબતે ગુનાઓ દાખલ કરવામાં આવશે
