વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને શાશક તેમજ વિપક્ષના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. રાહુલ ગાંધી આજે ફરી ગુજરાતની મુલાકાત લેશે. આંદોલનકારી નેતાઓ સાથે મુલાકાત કરશે.
છેલ્લા એક મહિનામાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ગુજરાતમાં સંતાકૂકડી રમી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. થોડા સમયના અંતરે ગુજરાતમાં મુલાકાતનો મારો ચલાવાય રહ્યો છે.
જનસમુદાયના ચર્ચાના એરણ ઉપરથી જાણવા મળ્યું છે કે રાજનેતાઓ ચૂંટણીના સમયે જ મુલાકાત લઈ પક્ષના વોટબેંક માટે પ્રચાર કરે છે.
તાજેતરમાં ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે આજે હવે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ગુજરાત ચૂંટણીના પ્રચારનું કેન્દ્ર છે. વિવિધ નુસ્ખા દ્વારા કાર્યકરોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રાજ્યો છે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો મુદ્દો થોડા સમય પહેલા ચર્ચાયો હતો. તાજેતરમાં નરેન્દ્ર પટેલે ભાજપ પર એક કરોડની ઓફર કાર્યનો ખુલાસો કર્યો છે. દસ લાખ રૂપિયા આપી નેવું લાખ આજે મળશે તેમ કહ્યું હતું.જોકે વરુણ પટેલે તેના જવાબ આપતા કહ્યું હતું કે પુરાવા હોઈ તો કેશ નોંધાવે. જોકે ભરત પંડ્યાએ તેને વખોડયો હતો .પાર્ટીને બદનામ કરવાનું સડયંત્ર ગણાવ્યું હતું
ભરતસિંહની કોંગ્રેસમાં જોડાવાની આડકતરી ઓફર બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. જેને રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન વિધિવત સંપન્ન કરવામાં આવશ. સાથે સાથે હાર્દિક અને જીગ્નેશ સાથે પણ મુલાકાત કરી આકર્ષવાનો પ્રયત્ન કરાશે. ત્યારે હવે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત હાર્દિક અને જીગ્નેશની વિચારધારા બદલી શકશે કેમ તે જોવું રહ્યું.