અમદાવાદઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અભિગમ 108 મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે. આ મોબાઈલ એપ સ્માર્ટ ફોને ધારકો પ્લેસ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી શકશે। 108 મોબાઈલ એપને કારણે મદદ માંગનાર વ્યક્તિનું લોકેશન ઘટનાસ્થળની સચોટ માહિતી મેળવી શકાશે જેના કારણે જીવનરક્ષક સેવા વધુ ઝડપી બનશે।
ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં આ પ્રકારની મોબાઈલ એપના આધારે મદદ માંગનાર વ્યક્તિ પણ પોતાના ફોનમાં જ 108 એમ્બ્યુલન્સનું તેના સુધી પહોંચવાનું અંતર અને સમયની જાણકારી ગુગલ મેપથી મેળવી શકશે।
આ એપ દ્વારા સામાન્ય માનવીને કોઈપણ શારીરિક રોગ-બીમારીની પ્રાથમિક જાણકારી સારવાર અને તે માટે તેની નજીકના સ્થળે ઉપલબ્ધ સેવાની માહિતી મેળવી શકાશે। હોસ્પિટલ કે તબીબી સેવાની વિગતો પણ પુરી પડાશે।
રાજ્યમાં હાલ 585 એમ્બ્યુલન્સ દ્વારા 1 લાખ 96 હજાર ચોરસ કિમી વિસ્તારને આવરી લઈ 6 કરોડથી વધુ લોકોને જરૂરિયાતના સમયે સેવાઓ પુરી પાડવામાં આવે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.