કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ ભારતના ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના પ્રમુખ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મળવા હોસ્પિટલ ગયા હતા. બેઠક બાદ રાજ્યપાલ ધનખડે કહ્યું, “દાદાને હસતા જોઈને આનંદ થયો. સારી વાત એ કે સૌરવ સ્વસ્થ છે.” ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી છાતીમાં દુખાવાને કારણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ગુરુવારે સૌરવને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી અને તેના હૃદયની નસોમાં વધુ બે સ્ટેન્ટ લગાવવામાં આવ્યા હતા.
આ અગાઉ સૌરવ ગાંગુલી એન્જીયોપ્લાસ્ટી કરાવી છે
એન્જીયોપ્લાસ્ટીમાં, સૌરવ ગાંગુલીના હૃદયની નસોમાં સ્ટેન્ટ દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સૌરવ ગાંગુલીના હૃદયની નસોમાં ત્રણ સ્ટેન્ટ્સ દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે એન્જીયોપ્લાસ્ટી બાદ સૌરવ ગાંગુલી સંપૂર્ણ રીતે ઠીક છે. સૌરવ ગાંગુલીને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
રાજ્યપાલ જગદીપ ધનખડે મુખ્યમંત્રી મમતા પર નિશાન સાધ્યું
ગાંગુલી સાથેની મુલાકાત વિશે જણાવ્યા પછી રાજ્યપાલ ધનખડે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વિના કહ્યું, “જ્યાં સુધી રાજ્યપાલ અથવા મુખ્યમંત્રી તેમનું કાર્ય ગૌરવ સાથે કરે ત્યાં સુધી બધું બરાબર છે. જો તમે એકબીજાના કામમાં દખલ કરો છો, તો નુકસાન છે.”