અમદાવાદ : દિવાળી પૂરી થઇ ગઈ છે ત્યારે ધારી શકાય એમ છે કે, હવે ચુંટણીનો ખેલ પુર બહારમાં જામશે. જેમાં આ વખતે હાર્યો ખેલાડી બમણું રમે એમ કોંગ્રેસ બીજેપી સામે લડાયક મૂડમાં છે. અને રાજ્નીતીના તમામ દાવ ખેલવાનું તેણે ચાલુ કર્યું છે. રાજકારણમાં જ્ઞાતિવાદનું કાર્ડ બહુ જૂની ચાલ જેવું છે. એક સમયે માધવસિંહ સોલંકી પણ “ ખામ ” થીયરી લાવ્યા હતા. અને આવું તો મોટાભાગના મહારથીઓ કરતા આવ્યા છે. ગુજરાતમાં પણ બીજેપીને સતત ૨૨ વરસ સુધી તક આપનારા પટેલો મોટી સંખ્યામાં હતા. અને એના કારણે લોકો બીજેપીને “ભાગતા જતા પટેલો “ ની પાર્ટી તરીકે પણ ઓળખતા હતા. જ્ઞાતિવાદ અને રાજકારણ અંગે લખવું હોય તો ઘણું લખી શકાય કેમ કે, ચુંટણીઓ આખરે જીતાય જ છે જ્ઞાતિવાદના કાર્ડ પર. અને જે પક્ષ આ કાર્ડ સારી રીતે ખેલી શકે એ ચુંટણીમાં મહારથી બની શકે.
વેલ, ગુજરાતની ચુંટણીને લઈને કોંગ્રેસે અચાનક ભાજપ વિરુદ્ધ “મહાગઠબંધન “ નું માળખું તૈયાર કર્યું છે. જેમાં પહેલા તો હાર્દિકને એના સપોર્ટમાં લીધા બાદ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સાથે રાહુલ ગાંધીની મુલાકાત થશે.વિશેષમાં જાતિવાદને સમર્થન આપતા ગુજરાત કોંગ્રેસે હાર્દિક પટેલ, ઓબીસી સમુદાયના નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને કોંગ્રેસ સાથે આવવા નિમંત્રણ આપ્યું છે. તેવામાં કોંગ્રેસ ફરી એકવાર “સૌનો સાથ સૌનો વિકાસ” સુત્ર પર ફરી ભાર આપે તો નવાઈ નહિ.
તેમજ આ સિવાય કોંગ્રેસે એનસીપી અને જેડીયુના એકમાત્ર વિધાયક છોટુભાઈ વસાવા સાથે પણ ગઠ બંધનનો સંકેત આપ્યો છે.
અને આ પ્રકારે પાટીદારથી લઈને ઓબીસી અને દલિત નેતાઓના સમર્થનને પગલે કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે અને આ સમીકરણને ધ્યાનમાં લઈને ૧૨૫ સીટો જીતવાનો દાવો કર્યો છે.
વિશેષમાં હાલમાં જ એક પ્રેસ કોન્ફરસને સંબોધિત કરતા રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર જાતિના નેતાઓના સાથ અને આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટી ૧૮૨ માંથી ૧૨૫ થી પણ વધુ સીટોથી જીતીને આવશે.તેમજ જે કારણો માટે હાર્દિક પટેલ લડી રહ્યા છે તેનું અમે સમ્માન અને અનુમોદન કરીએ છીએ. તેમજ આમ પટેલ લોબીને ખુશ કરવાની કોશિશ કરતા હાર્દિકને ટીકીટ ફાળવવાની પણ ઓફર કરી હતી.
તો બીજી તરફ બીજેપી માટેઆ દ્રશ્ય કૈક ધાર્યા થી તદન અલગ દેખાઈ રહ્યું છે. અને સોમવારે એટલે કે આજે, પટેલ નેતાઓએ એટલે કે હાર્દિકના સાથીદાર નરેન્દ્ર પટેલે બીજેપી પર ઘુશ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમજ કેટલાક દિવસ પહેલા જ બીજેપીમાં સામેલ થયેલા નીખીલ સવાની એ પણ સત્તારૂઢ પાર્ટીનો સાથ છોડી દીધી છે. અને જણાવ્યું હતું કે, તેઓ જે અપેક્ષાથી બીજેપીમાં જોડાયા હતા એ પૂરી થઇ શકી નથી. બીજેપીએ પૈસાના દમ પર પાટીદારોને ખરીદવાની કોશિશ કરી હતી.
વધુમાં નરેન્દ્ર પટેલે તેવો દાવો કર્યો છે કે, બીજેપીએ તેમને પોતાના પાલામાં સામેલ કરવા ૧ કરોડ રૂપિયા આપવની ઓફર કરી હતી. તેમજ એક પ્રેસ કોંન્ફરન્સ દરમિયાન ૧૦ લાખની કેશ પણ બતાવી હતી કે જે કથિતપણે વરુણ પટેલે તેમને આપી હતી.
મતલબ સાફ છે કે, પાટીદારો બીજેપીની વિરુદ્ધમાં જઈ રહ્યા છે. અને કોંગ્રેસ માટે બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ થયો છે. પાટીદારોની નારાજગી એમને ખુજ માફિક આવી રહી છે.